ઉલ્લેખનીય છે, બાળકના પિતાનું મૃત્યુ વર્ષ 2001 અને માતાનું મૃત્યુ વર્ષ 2008માં થયા બાદ અનાથ બનેલા આ બાળકે પોતાના ઉંમર લાયક દાદા અને દાદીના સહારે રહી શાળા અભ્યાસ ચાલુ રાખ્યો હતો. પરંતુ ગામના એક હિતેચ્છુ દ્વારા દાદા-દાદીને ગુજરાત સરકારની પાલક માતા-પિતા યોજના અંગેની માહિતી આપવામાં આવી હતી. જેથી ઉંમરના આ પડાવ ઉપર તેમજ આર્થિક ભીંસમાં સરકારની આ યોજના દ્વારા બાળકને અભ્યાસ માટે લાભ મળે તેવી આશા સાથે સરકાર તરફથી મળતી 'પાલક માતા પિતા યોજના ' અંગેની જાણકારી લેવા મહીસાગર જિલ્લામાં કાળજી, રક્ષણ અને જરૂરિયાતવાળા બાળકો માટે કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી દ્વારા રાજ્ય સરકાર તરફથી મળતી 'પાલક માતા પિતા યોજના' અંગેની સંપૂર્ણ જાણકારી તેઓને આપી અને તે અંગેનું અરજી ફોર્મ ભરાવ્યું તેમજ સરકારની નિયુક્ત કરવામાં આવેલી સ્પોન્સરશીપ એન્ડ ફોસ્ટર કેર એપ્રુવલ સમિતિમાં ગોસાઈ ચિંતનગીરી જશવંતગીરીની 'પાલક માતા-પિતા યોજના'ની અરજી પાત્રતા ધરાવતી હોય સમિતિ દ્વારા મંજુર કરવામાં આવી હતી.