મહીસાગર : મહીસાગર જિલ્લાના છાંયણ ગામના ખ્યાતિપ્રાપ્ત ચિત્રકાર બિપિન પટેલ 2275 દિવસોથી રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવી કલા સાધના કરી રહ્યા છે. તેમના આ જુસ્સો, ધગશ અને સિદ્ધિઓના કારણે તેમને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે. આઝાદી કા અમૃત મહોત્સવને (Azadi ka Amrit Mohotsav) અનુલક્ષી 13 થી 15 ઓગસ્ટ સુધી શરૂ થયેલા હર ઘર તિરંગા (Har Ghar tricolor) અભિયાનમાં મહીસાગર જિલ્લાના ચિત્રકાર (Painter Watercolor Painting) બીપીન પટેલે ચિત્રના માધ્યમથી સંદેશ આપ્યો છે. કલાકાર માટે પોતાની કલા સાધનામાં (PaintingIideas) અવિરત રમમાણ રહેવું એ જ તેની તપસ્યા છે.
એક ચિત્રકારે ધબકતું ગ્રામ્ય જીવન કંડારીને રાષ્ટ્રને આપ્યો અનોખો સંદેશ દેશભક્તિના રંગોનો સંદેશોઆવા જ એક કલાકાર સંતરામપુર તાલુકાના છાયણ ગામના બિપીન પટેલ રોજ એક વોટર કલર પેઈન્ટીંગથી (Water Color Painting) ધબકતું ગ્રામ્ય જીવનને, શહેર, હરિયાળી ધરતી અને હેરિટેજને સુંદર રીતે કંડારી છે. છેલ્લા 2275 દિવસથી દરરોજ એક (painter painting architect) પેઇન્ટિંગ બનાવનાર વોટર કલર આર્ટિસ્ટ બીપીન પટેલે પોતાની આ અવિરત કલાયાત્રામાં દેશભક્તિના રંગો પૂરી હર ઘર તિરંગાનો સંદેશ પાઠવ્યો છે. આજે આપણો દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર ભારત વર્ષમાં ઉજવી રહ્યો છે. ત્યારે જોગાનુજોગ 2275 મું હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ધ્યાનાકર્ષક વોટર કલર પેઈન્ટ તૈયાર કર્યું છે.
આ પણ વાંચો :સોશિયલ મીડિયાના માધ્યમથી કઈ રીતે દિવ્યાંગ ચિત્રકાર બન્યાં આત્મનિર્ભર, જૂઓ
આ ચિત્ર વિષેના વિચારને વર્ણવતા કહે છે કે હર ઘર તિરંગા કાર્યક્રમના માધ્યમ થકી એક દેશ ભાવનાને ઉજાગર કરવા માટે હર એક ક્ષેત્રના, હર એક સમાજના લોકોમાં ‘માં ભારતી’ નો જય જય કાર થાય અને રાષ્ટ્રભાવના ઉજાગર થાય તેવું ચિત્ર બનાવી તેમણે સૌ નાગરીકોને પોતાના ઘર ઉપર, ધંધા- રોજગારના સ્થળ ઉપર તથા આપણી ઓફિસ ઉપર આપણા તિરંગા રાષ્ટ્રધ્વજને ફરકાવવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, તેઓએ આ અનોખી સર્જનયાત્રા દરમિયાન અનેક સિધ્ધિઓ (Painter in Gujarat) મેળવી છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જન્મસ્થાન વડનગર ઉપર બનાવેલા વોટર કલર પેઇન્ટિંગે દિલ્હી ખાતે વડાપ્રધાનની ઓફિસમાં શોભા વધારી છે.
આ પણ વાંચો :Charcoal Painting Artist: કોરોના કાળમાં નોકરી છૂટી તો માનસિક તાણે બહાર લાવ્યો ઉમદા ચિત્રકાર
ગુજરાત યાત્રાધામ વિકાસબોર્ડ દ્વારા વિશેષ સન્માન એવોર્ડગુજરાત કલા પ્રતિષ્ઠાન દ્વારા બેસ્ટ લેન્ડસ્કેપ (Award to painter in Gujarat) અને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આયોજિત સોમનાથ ક્લાયજ્ઞ 2017માં ભારતભરથી આવેલા ચિત્રકારો વચ્ચે બિપિન પટેલેને વિશેષ સન્માન એવોર્ડ મળ્યો હતો. 1,000 દિવસ પૂર્ણ થયા ત્યારે પણ ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું .યુનેસ્કો દ્વારા આયોજિત હેરિટેજ રાણકી વાવ પાટણ ખાતે દર વર્ષે યોજાતી લાઈવ પેઇન્ટિંગ સ્પર્ધામાં સળંગ ચાર એવોર્ડ મેળવેલા છે. અવિરત 1,500 પેઇન્ટિંગની સિદ્ધિ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાનપામ્યા છે. અત્યાર સુધીમાં તેમના દેશભરમાં વોટરકલર આર્ટ કેમ્પ યોજાયા છે. ગુજરાત સહિત ઉદયપુર, જયપુર,ઇન્દોર ,આગ્રા, કોલકાત્તા, બેંગ્લોર, મુંબઈ, ઉત્તરાખંડમાં વર્કશોપ દરમિયાન અનેક કાળા જિજ્ઞાસુઓ વર્કશોપમાં વોટર કલર પેઇન્ટિંગની પ્રાથમિક જાણકારી સહિત અન્ય ટેકનીક શીખીને સંતોષ મેળવે છે.