ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરના લુણાવાડા કોવિડ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ કરાયો કાર્યરત - PSA ઓક્સિજન પ્લાન્ટ

મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સારવારમાં ઓક્સિજનની જરૂરીયાતવાળા દરદીઓ માટે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડની ગ્રાન્ટમાંથી જિલ્લાની કોવિડ-19 હોસ્પિટલ લુણાવાડાને PSA ઓક્સિજન પ્લાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. આ ઓક્સિજન પ્લાન્ટ સફળતા પૂર્વક ઇન્સ્ટોલેશન થઇ જતાં આ ઓક્સિજન પ્લાન્ટનું આજ રોજ સાંસદ રતનસિંહ રાઠોડ, લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશભાઇ સેવકની ઉપસ્થિતિમાં ખૂલ્લો મૂકીને તેને કાર્યરત કરાયો છે.

PSA પ્લાન્ટ હવામાંથી ઓક્સિજન ઉત્પાદન કરશે
PSA પ્લાન્ટ હવામાંથી ઓક્સિજન ઉત્પાદન કરશે

By

Published : May 21, 2021, 9:43 AM IST

  • પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડની ગ્રાન્ટમાંથી ઓક્સિજન પ્લાન્ટની ફાળવણી
  • આગામી સમયમાં ઓક્સિજન પ્લાન્ટ કોવિડ દર્દીઓ માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે
  • PSA પ્લાન્ટ હવામાંથી ઓક્સિજન ઉત્પાદન કરશે

મહીસાગર: પંચમહાલ સાંસદ રાઠોડે જણાવ્યું હતું કે, કોરોના વાઈરસની વૈશ્વિક મહામારીથી સમગ્ર વિશ્વ પરેશાન છે. આ વાઈરસની બીજી લહેરમાં કોરોના સંક્રમણ આપણા જિલ્લામાં પણ વધ્યું છે, ત્યારે આ કોરોના સંક્રમણ અટકાવવા તેમજ લોકોને મદદરૂપ થવા કોરોનાના કપરા સમયમાં કોરોના સંક્રમિત દર્દીઓને સૌથી મોટી જરૂરીયાત ઓક્સિજનની પડે છે.

પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડની ગ્રાન્ટમાંથી ઓક્સિજન પ્લાન્ટની ફાળવણી

આ પણ વાંચો: પાટણ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવાની કામગીરી શરૂ કરાઈ

PSA ઓક્સિજન પ્લાન્ટ રાહતરૂપ બનશે

જે દર્દીઓને ઓક્સિજનની અછતના કારણે જે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જે પ્લાન્ટ કાર્યરત થવાથી જરૂરીયાતને પહોંચી વળતાં મહીસાગર જિલ્લા માટે આ PSA ઓક્સિજન પ્લાન્ટ રાહતરૂપ બનશે. આ કોટેજ હૉસ્પિટલ ખાતે નિર્માણ પામેલ PSA પ્લાન્ટ હવામાંથી ઓક્સિજન ઉત્પાદન કરશે અને કાયમી ધોરણે આ પ્લાન્ટ ચાલું રહેશે. જેથી આગામી સમયમાં કોવિડ દર્દીઓ માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.

આ પણ વાંચો:પોરબંદરમાં PSA ટેક્નોલોજીથી ઓક્સિજન ઉત્પન્ન કરતા 2 પ્લાન્ટ મંજૂર કરાયા

વધુ 17 બેડને ઓક્સિજનનો પુરવઠો ઉપલબ્ધ થશે

મહીસાગર જિલ્લા આરોગ્ય અધિકારી એસ.બી.શાહના જણાવ્યા અનુસાર આ પ્લાન્ટ દ્વારા પ્રતિ મિનિટ 140 લીટરની સ્પીડથી ઓક્સિજનનું ઉત્પાદન કરશે. તેમાં 500 લીટરની ઓક્સિજન સ્ટોરેજ કેપેસીટી છે. લુણાવાડા ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ ખાતે હાલમાં આ પ્લાન્ટ દ્વારા 17 જેટલાં બેડને ઓક્સિજનનો પુરવઠો ઉપલબ્ધ થશે. જેથી હોસ્પિટલ પર પડતો ઓક્સિજન પુરવઠાનો ભાર ઓછો થશે. આ પ્રસંગે અધિક્ષક ડૉ.જે.કે.પટેલ, ડૉ.રવી શેઠ, અગ્રણીઓ જે.પી.પટેલ, મુળજીભાઇ રાણા, અજયભાઇ દરજી, દિપકભાઇ જોષી, મનુભાઇ પટેલ, મહેન્દ્રભાઇ પટેલ તેમજ આરોગ્ય વિભાગના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details