લુણાવાડામાં બેટી બચાવો બેટી પઢાવો મહિલા સંમેલનનું આયોજન - lunavada
મહિસાગર રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં મહિલા સશક્તિકરણ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગ રૂપે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં મહીસાગર જિલ્લા કલેક્ટર આર બી બારડની અધ્યક્ષતામાં બેટી બચાવો બેટી પઢાવો મહિલા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતુ
રાજ્ય સરકાર દ્વારા ઓગષ્ટ માસમાં મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહી છે.જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં પણ મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણીના ભાગ રૂપે ,જિલ્લા કલેકટર આર બી બારડની અધ્યક્ષતામાં બેટી બચાવો બેટી પઢાવો મહિલા સંમેલનનું આયોજન જિલ્લા પંચાયતના હોલમાં કરવામાં આવ્યું હતુ. આ તકે જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ, આશા વર્કર બેનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મહિલાઓને દીકરીઓના લાલન પાલન કેવી રીતે કરવું જોઈએ, અને મહિલાઓ કેવી રીતે આગળ વધી શકે તેના વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપસ્થિત બહેનોને દીકરો દીકરી એક સમાન વિશે માહિતી આપતો પપેટ શો આ તકે બતવામાં આવ્યો હતો.