લુણાવાડાઃ નોવેલ કોરોનાના સક્રંમણને અટકાવવા માટે દેશ અને દુનિયામાં અનેક પ્રત્યનો થઇ રહ્યા છે. કોરાનાના સંક્રમણને રોકવા સરકાર દ્વારા ચાર લોકડાઉન બાદ હાલ અનલોક-1 જાહેર થયું છે. આ સમયમાં યુવાનો અને રોજગારવાચ્છું ઉમેદવારોને વિવિધ રોજગારીની તકોનો લાભ મળે તે હેતુથી મહીસાગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઓનલાઈન ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
મહીસાગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઓનલાઈન ભરતી મેળાનું આયોજન - recruitment fair
મહીસાગરમાં યુવાનો અને રોજગારવાચ્છું ઉમેદવારોને વિવિધ રોજગારીની તકોનો લાભ મળે તે હેતુથી મહીસાગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઓનલાઈન ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
નોવેલ કોરોનાના સક્રંમણને અટકાવવા માટે દેશ અને દુનિયામાં અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. સરકાર દ્વાર ચાર લોકડાઉન બાદ અનલોક-1 જાહેર કરવામાં આવ્યું છે. તેવા સમયમાં યુવાનો અને રોજગારવાચ્છું ઉમેદવારોને વિવિધ રોજગારીની તકોનો લાભ મળે તે હેતુથી જિલ્લા રોજગાર કચેરી, મહીસાગર દ્વારા ઓનલાઈન ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ઉમેદવારોએ રજીસ્ટ્રેશન લિન્ક ફોર્મ લિન્ક - https://forms.gle/1u8Gan7U1gXer9Cc8 પર ક્લિક કરી દર્શાવેલી તમામ વિગત ભરી સબમિટ કરવાનુ રહશે.
12 જૂનના રોજ યોજાનાર ઓનલાઈન ભરતી મેળામાં સવારે 11:00 કલાકથી સાંજે 06:10 કલાક સુધી ઓનલાઈન રહી ટેલિફોનિક અથવા વોટ્સ એપ કોલીંગ અને વિડિયો કોલીગથી ઇન્ટરવ્યુની પ્રક્રિયામાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી માટે ટેલીફોન નંબર – 02674(250306) પર સંપર્ક કરવા મહીસાગર જિલ્લા રોજગાર અધિકારી મુકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું છે.