મહીસાગરઃ કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે દેશ વ્યાપી લોકડાઉન અમલમાં આવ્યું છે. કોરોના કહેરની વચ્ચે ઘણા શ્રમિક પરિવારો રોજનું પેટિયું રળવા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મજૂરી કામે આવ્યા હતા. તે લોકડાઉનની પરિસ્થિતિમાં અટવાયા અને માદરે વતન જઈ પણ ન શક્યા. અને જ્યાં છે ત્યાં રહેવાની ફરજ પડી હતી.
આવી કપરી પરિસ્થિતિમાં પણ ઘણા એવા સારા કામકાજ થતા હોય છે, ત્યારે શેલ્ટર હોમમાં રાખેલા બે વર્ષનું બાળક ઈલેશ ગરાસીયા કુપોષિત હતું. તેને સંપૂર્ણ આહાર આપ્યા બાદ સ્વસ્થ અને સુરક્ષિત થતાં માદરેવતન વિદાય લીધી હતી.
મહીસાગર વહીવટી તંત્ર દ્વારા કુપોષિત બાળકને શેલ્ટર હોમમાં રાખી અપાયુ પોષણ રાજસ્થાનના માનાડુંગર, ગાગર તવાઈ ગામનાં મહેશભાઈ ગરાસીયા મજૂરી કામ અર્થે રાજસ્થાનથી મહિસાગર આવ્યા હતા. કોરોના કાળના લોકડાઉનના કારણે મજૂરી કામગીરી બંધ થઈ અને પોતાના માદરે વતન પાછા જઈ ન શકવાને કારણે અહીંયાં અટવાયેલા તેમને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડાણા તાલુકામાં આવેલા સળિયાની મુવાડી ખાતે શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા હતા.
મહીસાગર વહીવટી તંત્ર દ્વારા કુપોષિત બાળકને શેલ્ટર હોમમાં રાખી અપાયુ પોષણ તંત્ર દ્વારા શેલ્ટર હોમમાં તેમને રહેવા તથા જમવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમને માસ્કનો ઉપયોગ તેમજ સામાજિક અંતર જાળવવા તથા આરોગ્ય તપાસ કરી રાખવામાં આવ્યા હતા. તેમની સાથે બે વર્ષનું નાનું બાળક ઈલેશ પણ હતું. શેલ્ટર હોમમાં રોકાયેલા શ્રમિકો-પર પ્રાંતિઓની આરોગ્ય તપાસ કડાણા RBS કે ટીમ દ્વારા જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે આ બાળક કુપોષિત હોવાનું જણાવ્યું અને તેનું વજન કરવામાં આવ્યું હતુ. ત્યારે 6.500 કિલોગ્રામ નોંધાયું હતું.
દરેક નાના બાળકનાં સંપૂર્ણ વિકાસ માટે શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી ઘણી જરૂરી છે. એટલે જ આર.બી એસ.કે ટીમ દ્વારા બાળકની રોજ આરોગ્ય તપાસ કરવામાં આવતી તેમજ તેને સંપૂર્ણ આહાર માટે દૂધ, ફળ, શાકભાજી વગેરે આપવામાં આવતા અને તેના પોષણનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું.
છેલ્લે જ્યારે 27 એપ્રિલના દિવસે આ બાળકનું વજન કરતા 7.800 કિલોગ્રામ નોંધાયું હતું. જે પહેલા કરતા 1.300 કિલોગ્રામ વજનનો ફેર જણાયો હતો અને તેની શારીરિક તંદુરસ્તી ગણીજ સારી થઈ હતી. સળીયા મુવાડી શેલ્ટર હોમનાં આંગણેથી હસતા-રમતા બાળકે સ્વસ્થ અને સુરક્ષિત થઈ પોતાના પરિવાર સાથે માદરેવતન વિદાય લીધી હતી.