ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર જિલ્લાના અધિકારીઓ/કર્મચારીઓને મુખ્ય મથક ન છોડવા સૂચના - not leave the headquarters

લુણાવાડાઃ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદના સંદર્ભમાં મહીસાગર જિલ્લાના તમામ કચેરીઓના અધિકારીઓ/કર્મચારીઓને મુખ્ય મથક ન છોડવા કલેક્ટર દ્વારા સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાના તમામ કટ્રોલરૂમ કાર્યરત રહે તેની તજવીજ કરવી તેમજ સંબંધિત અધિકારીઓને સાવચેતીના તમામ પગલાં લેવા તેમજ લોકોને સલામત સ્થળે રહેવા સુચના આપવામાં આવી છે.

zdvgd

By

Published : Jul 4, 2019, 11:34 PM IST

વધુમાં જણાવ્યુ હતુ કે, આપના વિસ્તારમાં ભારે કે અતિભારે વરસાદ પડે કે અન્ય કોઈ ઘટના બને તો તે અંગેની માહીતી ટેલીફોન દ્વારા તુરંત જ અત્રેના જિલ્લા કટ્રોલ રૂમના ટોલ ફ્રી નંબર (1077) અથવા (02674-252300/301) પર આપવી, તેમજ વિગતવાર અહેવાલ જિલ્લા કટ્રોલ રૂમ પર મોકલી આપવા જણાવવામાં આવ્યુ છે.

ABOUT THE AUTHOR

...view details