મહીસાગર: જિલ્લામાં છેલ્લા દસ દિવસથી કોરોનાના કેસની સંખ્યામાં ઉત્તરોતર વધારો જોવા મળી રહ્યો હતો. જોકે આજે જીલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી અને આજે 23 દર્દીઓ સાજા થતાં આરોગ્ય વિભાગે રાહત અનુભવી છે.
મહીસાગર જિલ્લામાં રવિવારે કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી, 23 દર્દીઓ ડીસ્ચાર્જ કરાયા - Contentment zone in mahisagar
મહિસાગર જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાને અટકાવવા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. આજે જીલ્લા માટે રાહતના સમાચાર છે. રવિવારે જિલ્લામાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. તેમજ જીલ્લામાં આજે વધુ 23 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેથી રિકવર થયેલાં દર્દીઓની સંખ્યા 281 થઈ છે. હાલમાં જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 424 છે.
મહીસાગર જીલ્લામાં અત્યાર સુધીમાં 424 કેસમાંથી 281 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. મહીસાગર જીલ્લામાં હાલમાં કોરોનાના 117 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધી જિલ્લામાં 9,392 વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમજ 495 વ્યક્તિઓ હોમ કોરોન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 26 મૃત્યુ નોંધાયા છે.
જીલ્લામાં કોરોના પોઝીટીવના કારણે 29 દર્દીઓ બાલાસિનોરની (કોવિડ-19) કે.એસ.પી. હોસ્પિટલ ખાતે તેમજ 85 દર્દીઓ જીલ્લા બહાર સારવાર હેઠળ છે. કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી 112 દર્દીઓ સ્ટેબલ અને 5 દર્દીઓ ઓક્સિજન પર છે.