- ગઢના મુવાડા ગામમાં કોરોનાનો એક પણ કેસ નહીં
- ગ્રામજનો દ્વારા કોરોના ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન
- કોરોનાની બીજી ઘાતક લહેરમાં પણ કોરોનાનો એક પણ કેસ નહીં
મહિસાગર : જિલ્લાના બાલાસિનોર તાલુકાના અંતરિયાળ વિસ્તારનું ગામ ગઢના મુવાડા મહીસાગર નદીના કાંઠા ઉપર આવેલું છે. આ ગામની હાલની સ્થિતિની વાત કરીએ તો અંદાજિત 800ની જનસંખ્યા ધરાવતા ગામમાં લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન ધંધા પર નભે છે. બાલાસિનોર તાલુકામાં ગઢના મુવાડા ગામ કોરોના અંગેની જાગૃત રહેતા કોરોનાની બીજી ઘાતક લહેરમાં પણ આ ગામમાં અત્યાર સુધીમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ગ્રામજનો કોરોના ગાઈડ લાઈનનું પાલન, ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે છે. ગામમાં કોરોના સંક્રમણ ન થાય તે માટે લગ્નપ્રસંગોના આયોજન પણ બંધ રાખ્યા છે.
આ પણ વાંચો : ડાંગ જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નહીં, શનિવારે 6 દર્દીઓને રજા અપાઈ
ગ્રામજનો દ્વારા ગામમાં સેનિટાઈઝેશન, ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું પાલન
ગઢના મુવાડા ગામના સરપંચ હિંમતસિંહ જણાવે છે કે, અમારા ગામમાં અમે કોરોના અંગે જાગૃતિ સંદેશા આપીએ છીએ, ગામમાં સેનેટાઈઝર કરીએ છીએ, લોકડાઉન રાખી લોકોને ફરજીયાત માસ્ક પહેરવું, સોસીયલ ડિસ્ટન્સનું પાલન કરવા અનુરોધ કરીએ છીએ. લોકોને વારંવાર સાબુ કે સેનેટાઈઝર વડે હાથ ધોવા તેમજ ગામની દૂધ મંડળીમાં દૂધ ભરવા આવનાર વ્યક્તિઓને માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સનું પાલન કરાવીએ છીએ. ગામમાં સમયાંતરે ઉકાળો વિતરણ કરી એ છીએ. આરોગ્ય વિભાગ દ્વારા સ્વાસ્થ્યને લઈને નિયમિત તપાસ કરવામાં આવે છે.