ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં કોરોનાના વધુ 9 કેસ નોંધાયા, કુલ આંક 501 થયો - The figure of the ocean corona

મહિસાગર જિલ્લામાં કોરોના હજુ પણ કહેર મચાવી રહ્યો છે. જિલ્લામાં રવિવારના રોજ 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા પોઝિટિવ કેસની સંખ્યા 501 પર પહોંચી છે.

મહીસાગરમાં કોરોનાના વધુ 9 કેસ નોંધાયા, કુલ આંક 501 પર પહોંચ્યો
મહીસાગરમાં કોરોનાના વધુ 9 કેસ નોંધાયા, કુલ આંક 501 પર પહોંચ્યો

By

Published : Aug 9, 2020, 8:38 PM IST

મહિસાગર: જિલ્લામાં કોરોનાનો કહેર હજુ પણ યથાવત છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લામાં રવિવારે 9 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જિલ્લામાં કોરોના કેસની સંખ્યા 501 પર પહોંચી છે.

મહિસાગર રવિવારના રોજ નોંધાયેલા 9 કેસમાં લુણાવાડા તાલુકામાં 2, બાલાસિનોરમાં 5 કેસ, સંતરામપુરમાં 2 કેસ મળી કુલ 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

આ સાથે જિલ્લામાં કોરોના કેસની સંખ્યા 501 પર પહોંચી છે. આજે વધુ 6 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેથી આ તમામને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

6 દર્દીઓ ડીસ્ચાર્જ થતાં અત્યાર સુધી ડીસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 375 થઈ છે. આ ઉપરાંત અત્યારે જિલ્લામાં 96 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધી જિલ્લામાં કોરોનાને કારણે 30 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અત્યાર સુધી જિલ્લામાં કોરોનાના કુલ 10, 887 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમજ જિલ્લાના 605 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.

મહિસાગર જિલ્લામાં કરોના પોઝિટિવને કારણે 21 દર્દીઓ કે.એસ.પી. હોસ્પિટલ બાલાસિનોર ખાતે, 25 દર્દીઓ હોમ આઈસોલેશન, તેમજ અન્ય 50 દર્દીઓ જિલ્લા બહાર સારવાર હેઠળ છે. કોરાના પોઝિટિવ દર્દીઓ પૈકી 89 દર્દીઓ સ્ટેબલ અને 5 દર્દીઓ ઓક્સિજન પર છે. તેમજ 2 દર્દી વેન્ટીલેટર પર છે.

ABOUT THE AUTHOR

...view details