મહીસાગર: જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યા છેલ્લા 10 દિવસમાં ચિંતાજનક રીતે વધીને બમણી થઇ છે. તારીખ 18 મેના રોજ કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 50 હતી. જ્યારે 27 મે બુધવારે 18 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જે વધીને 112 થતાં તે બમણાથી વધુ છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં દર્દીઓની સંખ્યા વધતા તંત્ર માટે પડકારજનક અને પ્રજામાં ચિંતાજનક બની છે.
મહીસાગરમાં કોરોનાના નવા 18 કેસો સાથે કુલ કેસ 112 થયા - મહીસાગર કોરોના અપડેટ
મહીસાગર જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યા છેલ્લા 10 દિવસમાં ચિંતાજનક રીતે વધીને બમણી થઇ છે. તારીખ 18 મેના રોજ કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 50 હતી. જ્યારે 27 મે બુધવારે 18 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.
મહીસાગર જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એસ.બી.શાહના જણાવ્યા મુજબ જિલ્લામાં આજે બુધવારે કુલ 18 નવા કેસો નોંધાયા છે. જેમાં સંતરામપુરમાં -03, લુણાવાડા -03, ખાનપુરમાં -03 બાલાસિનોર -06 અને વીરપુરમાં -03 મળી કુલ 18 કેસો નવા આવ્યા છે. જે જિલ્લાના તાલુકામાંથી મળી આવ્યા છે.
ચિંતાજનક બાબત એ છે કે, મહીસાગર જિલ્લાના કુલ 6 તાલુકામાંથી 5 તાલુકામાં બુધવારે એક જ દિવસમાં 18 કેસો મળ્યા હતા. આજના 18 કેસોમાં 12 કેસો પુરુષના છે અને 6 કેસ મહિલાના છે.
મહીસાગર જિલ્લામાં છેલ્લા 10 દિવસના કોરોનાના કુલ કેસો
----------------------------------------------------
તારીખ------------- કેસ
તા.18/5/2020 -50
તા.19/5/2020 -53
તા.20/5/2020 -68
તા.21/5/2020 -81
તા.22/5/2020 -81
તા.23/5/2020 -83
તા.24/5/2020 -86
તા.25/5/2020 -86
તા.26/5/2020 -94
તા.27/5/2020 -112
મહીસાગર જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના કેસોની સંખ્યા 50થી વધી 112 એટલે કે બમણાથી વધુ થતાં વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગે હવે સજાગ બનવું જરૂરી છે. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવું, જાહેરમાં થૂંકવું નહીં જેવા નિયમો તેમજ અન્ય નિયમો પણ કડકાઈથી પાલન થાય તે જરૂરી બન્યું છે. જિલ્લામાં વધતા કોરોનાના કહેર અંગે હવે પ્રજાજનોએ પણ જાગૃત બની નિયમોનો અમલ કરી કોરોનાને અટકાવવા સહભાગી બને તે પણ જરૂરી છે.