ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરના લુણાવાડા કેન્દ્ર પર NEETની પરીક્ષા યોજાઈ

NEETની પરીક્ષાને લઈને મહીસાગર જિલ્લામાં ફાળવવામાં આવેલું એક માત્ર પેટા કેન્દ્ર લુણાવાડામાં વેદાંત સ્કૂલ પર સાવચેતીના પગલા સાથે પરીક્ષાર્થીઓને સેનીટાઇઝર, સ્ક્રિનિંગ અને ફરજીયાત માસ્ક સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરીક્ષા કેન્દ્ર ખાતે 40 બ્લોકમાં 480 પરીક્ષાઓ સરળતાથી નિર્ભયતાથી કોરોના સંક્રમણના ભય વગર પરીક્ષા આપી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું.

મહીસાગરના લુણાવાડા કેન્દ્ર પર NEETની પરીક્ષા યોજાઈ
મહીસાગરના લુણાવાડા કેન્દ્ર પર NEETની પરીક્ષા યોજાઈ

By

Published : Sep 13, 2020, 10:26 PM IST

મહીસાગર: જિલ્લાના લુણાવાડાની વેદાંત સ્કુલ ખાતે NEETની પરિક્ષાનું પેટા કેન્દ્ર આપવામાં આવ્યું હતું. કોરોનાની મહામારીમાં વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોવિડ ગાઈડલાઈન અનુસાર સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્ક તેમજ જરૂરી બંદોબસ્ત સહિતની કામગીરી હાથ ધરી છે. પરીક્ષાર્થીઓને ટાઈમ સ્લોટ મુજબ 11 વાગ્યાથી એન્ટ્રી આપવામાં આવી હતી. તેના કારણે કેન્દ્ર પર પ્રવેશ સમયે ભીડને નિયંત્રણમાં રાખી શકાઈ હતી.

મહીસાગરના લુણાવાડા કેન્દ્ર પર NEETની પરીક્ષા યોજાઈ

પરીક્ષાર્થીઓનું હેલ્થ ટેમ્પરેચર, સ્ક્રિનિંગ તેમજ સેનેટાઈઝર વગેરે કામગીરી કરવામાં આવી હતી. પરીક્ષાર્થીઓને તેમનું આઈડી અને હોલ ટિકિટ તપાસીને નિયમોનુસાર પ્રવેશ આપવામાં આવ્યો હતો. જિલ્લામાં એકમાત્ર પેટા પરીક્ષા કેન્દ્ર ખાતે 40 બ્લોકમાં 480 પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી અને કોરોના સંક્રમણના ભય વગર પરીક્ષા આપી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું.

મહીસાગરના લુણાવાડા કેન્દ્ર પર NEETની પરીક્ષા યોજાઈ

ABOUT THE AUTHOR

...view details