ગુજરાત

gujarat

ETV Bharat / state

માલવણની આર્ટસ કૉલેજમાં રાષ્ટ્રીય સેમિનાર યોજાયો

સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રી એન.કે.મહેતા અને શ્રીમતી એમ.એફ.દાણી આર્ટસ કૉલેજના સંયુક્ત ઉપક્રમે સેમિનાર યોજાયો હતો. જેની અધ્યક્ષતા શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. પ્રતાપસિંહ ચૌહાણે કરી હતી.

ETV BHARAT
માલવણની આર્ટસ કૉલેજમાં રાષ્ટ્રીય સેમિનાર યોજાયો

By

Published : Jan 31, 2020, 7:06 PM IST

મહીસાગર: માલવણની શ્રી એન.કે.મહેતા અને શ્રીમતી એમ.એફ.દાણી આર્ટસ કૉલેજ ખાતે શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. પ્રતાપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. જેમાં વિજય પંડ્યા, ડૉ.યોગીની વ્યાસ, પ્રિ.ડૉ.દિનેશ માછી, ડૉ.યાદવેન્દ્રજી, પ્રિ.ડૉ.હાસ્યદાબેન બારોટ, ડૉ.હસમુખ બારોટ, ડૉ.સંજય ત્રિવેદી વગેરે વક્તાઓએ વક્તવ્ય આપ્યું હતું.

આ પ્રસંગે માલવણ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ સુરેશચંદ્ર દાણી તથા મહામંત્રી ભદ્રેશ મોદી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે કબડ્ડી, વોલીબોલ સહિત વિજેતા ટીમને રનીંગ શીલ્ડ અર્પણ કર્યાં હતા. આ ઉપરાંત સેમિનારમાં ગુજરાતી વિષયમાં પ્રતિ વર્ષ યુનિવર્સિટી ગોલ્ડ મેડલ માટે રૂપિયા 1,51,000ના દાતા ઍડવોકેટ ભગીચી પટેલ તથા કૉલેજમાં પ્રથમ આવનારને સિલ્વર મેડલ આપનારા દાતા હર્ષ પટેલે રૂપિયા એક લાખનો ચેક અર્પણ કર્યો હતો.

આ સેમિનારમાં યુનિવર્સિટી ઇ.સી.મેમ્બર્સ ડૉ.ધીરેન સુતરીયા, પ્રો.અજય સોની, વિવિધ કોલેજના આચાર્યઓ, પ્રોફેસરો તથા એમ.ફીલ અને પી.એચ.ડીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details