ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાથ્ય કાર્યક્રમ હેઠળ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો આરંભ - Child Health Program in Mahisagar District

મહીસાગરઃ જિલ્લામાં 25મી નવેમ્બર 2019 થી 30 જાન્યુઆરી 2020 સુધી શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમનો પ્રારંભ થયો છે, ત્યારે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ હેઠળ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.

મહીસાગર જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાથ્ય કાર્યક્રમ અંતર્ગત શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો આરંભ
મહીસાગર જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાથ્ય કાર્યક્રમ અંતર્ગત શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો આરંભ

By

Published : Nov 26, 2019, 6:45 AM IST

ર૫મી નવેમ્બરથી 30 જાન્યુઆરી સુધી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાશે. જિલ્લામાં 2.97 લાખ બાળકોની તપાસ કરવામાં આવશે. લુણાવાડાની બ્રાન્ચ શાળા નંબર 4 ખાતે જિલ્લા કક્ષાના ઉદઘાટન સમારોહ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન ખાંટની અધ્યક્ષતામાં, લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશભાઇ સેવક, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમને સંબોધતા લુણાવાડા ધારાસભ્યએ જણાવ્યું હતું કે, જિલ્લામાં સોમવારથી શરૂ થયેલા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં 2.97 લાખ બાળકોની આરોગ્ય તપાસ કરી કોઇ પણ બાળક આરોગ્ય તપાસણી કાર્યક્રમથી બાકાત ન રહી જાય તેની વિશેષ કાળજી લેવા અપીલ કરી હતી. બાળકોના આરોગ્યને ચકાસણી કરી તેમને જરૂરી તબીબી સેવાઓ નિશુલ્ક પુરી પાડવાના સરકારના ઉમદા માનવતાવાદી અભિગમની પ્રશંસા કરતાં શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાથ્ય કાર્યક્રમો અંતર્ગત બાળકોની તબીબી ચકાસણી અભિયાનને સફળતા પુર્વક પુર્ણ કરવા હાકલ કરી હતી.

મહીસાગર જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાથ્ય કાર્યક્રમ અંતર્ગત શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો આરંભ

જેમાં 88091 બાળકો, પ્રાથમિક શાળાના 146817 બાળકો, માધ્યમિક શાળાના 52182 બાળકો, અન્ય શાળાના4307 બાળકો અને શાળાએ ન જતા 5924 બાળકો મળી કુલ 2,97,321 બાળકોની શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ તપાસ કરવામાં આવશે. આ સાથે જ આ કાર્યક્રમમાં મેડીકલ તપાસ માટે 393 ટીમોનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં ફીલ્ડ હેલ્થ વર્કરની સંખ્યા 203, આશા બહેનોની સંખ્યા 1041, આંગણવાડી વર્કર 1351, સ્ટાફ નર્સ 34, મેડીકલ ઓફીસર એમ.બી.બી.એસ 29, આયુષ તબીબી એન.એચ.એમ.એમ 19, આયુષ તબીબી આર.બી.એસ.કે 41 મળી આ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમને સફળતા પુર્વક પાર પાડવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details