- આંગણવાડી તપાસ દરમિયાન જન્મજાત બધિરતાનું માલુમ પડ્યું
- જન્મજાત બધિરતા માટે કોકલીયર ઇમ્પ્લાન્ટ (cochlear implant)નું ઓપરેશન નિઃશુલ્ક થતા નિલેશભાઇના પરીવારમાં ખુશી
- તજજ્ઞો દ્વારા કોકલીયર ઇમ્પ્લાન્ટ (cochlear implant)નું ઓપરેશન કરવાની માટેની સલાહ અપાઈ
મહીસાગર : બાળકોના આરોગ્ય સુખાકારી અને નિરામય સ્વાસ્થ્ય માટેના કલ્યાણકારી કાર્યક્રમોના અમલીકરણ માટે રાજ્ય સરકારનો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હર હંમેશાં તત્પર રહે છે, ત્યારે જરૂરિયાતમંદ બાળકોને પૂરતી સહાય અને સારવાર આપી અનેક બાળકોના પરિવારમાં ખુશાલી આવી છે. એવા જ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સકલીયા ગામમાં ખેતી કરીને જીવન ગુજરાન ચલાવતા પરીવારની છ વર્ષની બાળકીનું લાખોના ખર્ચે થતું જન્મજાત બધિરતા માટે કોકલીયર ઇમ્પ્લાન્ટ (cochlear implant)નું ઓપરેશન national child health program અંતર્ગત નિઃશુલ્ક થતા અર્ચી હસતી રમતી સાંભળતી અને બોલતી થઇ જતા પરીવારમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે.
national child health program અંતર્ગત ઓપરેશન થતા અર્ચી હસતી રમતી સાંભળતી અને બોલતી થઇ
સકલીયા ગામના નિલેશભાઈ પટેલ જણાવે છે કે, તેઓ ખેતી કરીને પરીવારનું જીવન ગુજરાન ચલાવે છે. તેમને પરીવારમાં એક દિકરો અને એક દિકરી છે. દિકરી અર્ચીના જન્મ સમયે ઘરમાં ઘણોજ આનંદ હતો, પરંતુ જ્યારે એ જાણવા મળ્યુ કે, તેમની દિકરીને જન્મજાત બધિરતા છે. તે જાણી અમને ઘણું જ દુઃખ થયું હતું.
સફળ ઓપરેશન કર્યા બાદ સ્પિચ થેરાપીના લેશન શરૂ કરાયા હતા
national child health programની ટીમ દ્વારા આંગણવાડી તપાસ દરમ્યાન જન્મજાત બધિરતા માલુમ પડતા 2018માં ગાંધીનગર ખાતે રીફર કરવામાં આવ્યા હતાં, ત્યારે ત્યાંથી હિયરીંગ એડ્સ (સાંભળવાના સાધનો) આપવામાં આવ્યા હતા. RBSK ટીમના ડૉ. દત્તુ રાવલ, ડૉ. કોમલ પ્રજાપતિ, ફાર્માસિસ્ટ સંજય પ્રજાપતિ, ફિમેલ હેલ્થ વર્કર નુતન ખાંટ દ્વારા અર્ચીના આરોગ્યની તપાસ અર્થે ગૃહ મુલાકાત લેતા તેને ફરી રીફર કરવાની જરૂર જણાતા તજજ્ઞો દ્વારા કોકલીયર ઇમ્પ્લાન્ટ (cochlear implant)નું ઓપરેશન કરવાની માટેની સલાહ આપતા 12મી ફેબ્રુઆરી 2021ના રોજ સફળ ઓપરેશન કર્યા બાદ સ્પિચ થેરાપીના લેશન શરૂ કરવામાં આવ્યા હતા. તેને બોલતી જોઇ પરીવારના સભ્યોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. હાલમાં બાળકી અર્ચીના સાંભળવા અને બોલવામાં સારૂ પરીવર્તન જોવા મળ્યું છે.