મહીસાગર: મહીસાગર જિલ્લામાં વીરપુર તાલુકાના દુધેલા (dudhela village mahisagar) ગામે એક પ્રેમીએ પ્રેમિકાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા (Murder In Mahisagar) કરી છે. હત્યાના બનાવને લઈને વીરપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ ફરિયાદ નોંધાતા પહેલા આરોપીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. મહીસાગર જિલ્લાના વીરપુર પોલીસ સ્ટેશન (Virpur Police Station Mahisagar) વિસ્તારમાં આવેલા કોયડમ તાબે દુધેલા ગામે પ્રેમીદ્વારા પ્રેમિકાની ચપ્પુના ઘા મારી હત્યા (Crime In Gujarat) કરી દેવામાં આવતા નાયબ જિલ્લા પોલીસવડા મહીસાગર LCB સહિત વીરપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
આરોપીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો. આ પણ વાંચો:Misdemeanor case in Ahmedabad: પ્રેમિકા ગર્ભવતી થતા પ્રેમી થયો ફરાર, લગ્નની લાલચ આપી કર્યો હતો કરાર
પ્રેમસંબંધના કારણે લગ્નજીવનમાં તિરાડ પડી
દુધેલા ગામે પ્રેમી શૈલેષ પગી અને પ્રેમિકા રમીલાબેન રાવળ વચ્ચે કેટલાક સમયથી પ્રેમસંબંધ હતો અને રમીલાબેન રાવળના એક વર્ષ અગાઉ અન્ય જગ્યાએ લગ્ન થયા હતા. આ પ્રેમસંબંધના કારણે લગ્નજીવનમાં થોડા સમય પછી તિરાડ પડતા આખરે રમીલાબેનના છૂટાછેડા (Divorce Cases In Gujarat) થયા હતા. છૂટાછેડા બાદ રમીલાબેનને પ્રેમસંબંધ મંજૂર નહોતો. ત્યારે પ્રેમી શૈલેષ પગી વારંવાર પ્રેમિકા પાસે પ્રેમ સબંધની માંગણીઓ કરતો હતો.
આ પણ વાંચો:Unilateral Lover Arrested : પારડીમાં એકતરફી પ્રેમમાં સગીરાનું અપહરણ કરનાર પકડાયો
હત્યા કર્યા બાદ હત્યારા પ્રેમીએ ઝેરી દવા પીધી
રમીલાબેન વારંવાર ના કહેતા આખરે એક તરફી પ્રેમમાં (Murder In One sided Love Gujarat) પાગલ બનેલા પ્રેમીએ આજે પ્રેમિકા ખેતરમાં મજૂરી કામ માટે ખેતરમાં ઘઉં કાપવા માટે ગઈ હતી ત્યારે ચપ્પાના ઘા મારીને હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ હત્યારો પ્રેમી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ જિલ્લા પોલીસ દ્વારા ટીમો બનાવી આરોપીને શોધવા માટેનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. હત્યારો પ્રેમી રસ્તામાં ઝેરી દવા પીધેલી હાલતમાં મળતાં આરોપીને વીરપુર CHC ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો. આરોપી શૈલેષ હાલ પોલીસની દેખરેખમાં સારવાર હેઠળ છે. સારવાર પૂર્ણ થતાં ગુનાના કામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.