રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલ ઝડપથી વધે તે માટે રાજ્ય સરકારદ્વારા પાંચમા તબક્કામો સેવાસેતુ કાર્યક્રમ શરૂ કરવામા આવ્યો છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લાના વડામથક લુણાવાડામાં નગરપાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.
લુણાવાડામાં નગરપાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો - service program
મહીસાગર : જિલ્લાના વડામથક લુણાવાડામાં નગરપાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લુણાવાડા શહેરના એકથી સાત વૉર્ડના લાભર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. સરકારની વિધવા સહાય અંતર્ગત ચાળીસ વિધવા લાભાર્થી બહેનોને લુણાવાડા મામલતદાર શિલાબેન નાયકના હસ્તે વિધવા સહાયના હુકમો એનાયત કરાતા વિધવા બહેનોએ સરકારનો આભાર માન્યો છે.
આવક, જાતિ, ક્રિમિલિયર, ડોમિસાઇલ, પ્રમાણપત્રને લગતા દાખલાઓ તેમજ રેશનકાર્ડને લગતી અરજીઓ, આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડમાં નામ નોધાવવાની અરજીઓ, મા અમૃતમ યોજના તથા વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી અને કાર્ડ ઇસ્યુ કરવા, ઇસ્ટેમ્પીંગસેવા તેમજ વિવિધ યોજનાઓના લાભ માટે લુણાવાડા શહેરના એક થી સાત વૉર્ડના લાભર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
આ સેવા સેતુમાં અરજદાર રજુઆત લઇને આવ્યા હતા. ત્યારે રજુઆતના ગુણદોષ, રજુકરેલ તથ્યો અને જરૂરીયાત પ્રમાણે સ્થળ મુલાકાત કરીને રજુઆતોનો સ્થળ પર નિકાલ લાવવા વહીવટીતંત્ર દ્વારા અને મહેસુલ વિભાગના કર્મચારીઓની હડતાળ ચાલતી હોવા છતાં પ્રજાના હિતમાં મહેસુલ તલાટીઓએ તનતોડ મહેનત કરી આવેલ લાભાર્થીઓને તેમના કામનો નિકાલ કરવા ઘનિષ્ઠ પ્રયાસો કર્યા હતા.