ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં કોરોનાના વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંક 53 થયો

મહિસાગર જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. સોમવારે જિલ્લાના બાલાસિનોર નગરપાલિકા વિસ્તારના કાલુપુરમાં 3 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં કુલ દર્દીઓની સંખ્યા 53 પર પહોંચી છે.

Etv Bharat
Mahisagar

By

Published : May 19, 2020, 4:48 PM IST

મહીસાગરઃ મહીસાગરમાંં પણ કોરોનાવાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે.સોમવારે જિલ્લાના બાલાસિનોર નગરપાલિકા વિસ્તારના કાલુપુરમાં 3 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં કુલ દર્દીઓની સંખ્યા 53 થઈ છે. આ તમામ પોઝિટિવ આવેલા દર્દીઓને કોવિડ-19 હોસ્પિટલ બાલાસિનોર ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે. બે દિવસના વિરામ બાદ 3 કેસ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે.

બાલાસિનોર નગરપાલિકામાં વોર્ડ નં.1 અને ઝોન -4 માં આવેલા કાલુપુર વિસ્તારના સલાટવાડામાં કોરોનાના 3 કેસ પોઝિટિવ કેસ નોંધાયા છે. બે દિવસ અગાઉ 60 જેટલા વ્યક્તિઓ સુરતથી બાલાસિનોર આવ્યા હતા. જેમાંના 30 લોકોના સેમ્પલ લેવાતા 3 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં. બે દિવસ અગાઉ વિરપુર અને સંતરામપુરમાં 1-1 કેસ નોધાયો છે. આમ જિલ્લામાં કોવિડ-19 સંક્રમણ વધતા કુલ દર્દીઓની સંખ્યા 53 થઈ છે. આ સાથે આ વિસ્તારને કન્ટેઈન્ટમેન્ટ ઝોન જાહેર કરી લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકાયો છે.

આ વિસ્તારમાં આરોગ્ય ટીમ દ્વારા સેનીટાઈઝેશન અને સર્વેલન્સની કામગીરી દૈનિક ધોરણે કરવામાં આવી રહી છે. જે અન્વયે કોઇપણ શંકાસ્પદ દર્દી જણાય તો તાત્કાલિક સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલી આપવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details