બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે 8 જૂનથી આજદીન સુધી પર્યટકોનો ભારે ધસારો જાવા મળ્યો હતો જેમાં 12 વર્ષથી મોટી ઉંમરના 68,252 પર્યટકો અને 12 વર્ષથી નાની ઉંમરના 23,389 બાળકોનો સમાવેશ થાય છે. 6 માસમાં 91,654 પર્યટકોએ મુલાકાત લીધી હતી. મોટી ઉંમરના વ્યક્તિઓના પચાસ રૂપિયા અને 12 વર્ષથી નાના ઉંમરના બાળકની ટીકીટ દર 20 રૂપિયા રાખવામાં આવેલ છે. જેથી કુલ મળીને મ્યુઝિયમની રુપિયા 38.74 લાખની આવક થઈ છે.
દિવાળીમાં દેશના સૌપ્રથમ ડાયનાસોર પાર્ક નિહાળવા પ્રવાસીઓનો ધસારો - dinosaur park news today
લુણાવાડાઃ મહીસાગર જિલ્લામાં રૈયોલી ગામે વિશ્વનો ત્રીજા અને ભારત દેશનો પ્રથમ ડાયનોસોર પાર્ક ગત 8 જૂનના રોજ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો, ત્યારબાદ સમગ્ર ગુજરાત સહિત અન્ય જગ્યાએથી ભારે માત્રામાં પર્યટકોએ રૈયોલી ડાયનોસોર પાર્ક અને મ્યુઝિયમની મુલાકાત લીધી હતી.
dinosaur park
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રૈયોલી મ્યુઝિયમ ખાતે નાની રેસ્ટોરેન્ટ ચાલી રહી છે. આ ઉપરાંત દિવાળી તહેવારના વેકેશન દરમિયાન પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે અને પ્રવાસીઓએ ડાયનાસોર પાર્કનો લ્હાવો લીધો હતો. ઉપરાંત અબાલવૃધ્ધ જ્ઞાન સાથે ડાયનાસોર વિશેની ઉત્સુકતાથી જાણકારી પણ મેળવી હતી.