ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર જિલ્લામાં 45 વર્ષથી વધુ વયના 1.37 લાખ લોકોને કોરોનાની વેક્સિન અપાઈ - ગુજરાતમાં કોરોના

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને એક વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો છે. ત્યારે આ મહામારીને પહોંચી વળવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મહીસાગર જિલ્લામાં 45 વર્ષથી વધુ વય ધરાવતા 1.37 લાખ લોકોને અત્યાર સુધીમાં વેક્સિન આપવામાં આવી છે.

મહીસાગર જિલ્લામાં 45 વર્ષથી વધુ વયના 1.37 લાખ લોકોને કોરોનાની વેક્સિન અપાઈ
મહીસાગર જિલ્લામાં 45 વર્ષથી વધુ વયના 1.37 લાખ લોકોને કોરોનાની વેક્સિન અપાઈ

By

Published : Apr 8, 2021, 12:52 PM IST

  • મહીસાગર જિલ્લામાં કોરોના સંક્રમણને નાથવા માટે તંત્ર સજ્જ
  • તબક્કાવાર હાથ ધરાયેલા વેક્સિનેશનમાં 1.37 લાખ લોકોએ વેક્સિન લીધી
  • સમગ્ર જિલ્લામાં વધારેથી વધારે લોકો વેક્સિન લે તે માટે તંત્ર એક્શનમાં

લુણાવાડા: મહીસાગર જિલ્લામાં રસીકરણની કામગીરી જિલ્લા કલેક્ટર આર.બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. શરૂઆતમાં તબક્કાવાર ફ્રન્ટલાઈન વોરિયર્સ, કો-મોર્બિડ દર્દીઓ, સિનિયર સિટિઝન્સ અને ત્યારબાદ 45થી 60 વર્ષની ઉંમર ધરાવતા લોકોને વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં 1.37 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી હોવાની સત્તાવાર માહિતી મળી રહી છે.

આ પણ વાંચો:વડાપ્રધાન મોદીએ AIIMSમાં કોરોના રસીનો બીજો ડોઝ લીધો, ટ્વિટ કરી આપી માહિતી

લુણાવાડા તાલુકામાં સૌથી વધુ 36,792 લોકોએ વેક્સિન લીધી

મહીસાગર જિલ્લામાં 6 એપ્રિલ સુધીમાં બાલાસિનોર તાલુકામાં 21,077, સંતરામપુર તાલુકામાં 31,817, લુણાવાડા તાલુકામાં 36,792, ખાનપુર તાલુકામાં 14,990, કડાણા તાલુકામાં 16,123, અને વીરપુર તાલુકામાં 16,593 મળીને કુલ 1,37,392 જેટલા લોકોએ કોરોના વેક્સિન લીધી છે.

આ પણ વાંચો:રાજ્યમાં કોરોના અપડેટ: કોરોનાને લીધે વધુ 22 લોકોનાં મોત

વેક્સિનેશનની પ્રક્રિયાને બહોળો પ્રતિસાદ અપાવવા તંત્ર સજ્જ

જિલ્લા કલેકટર આર.બી. બારડે જણાવ્યું હતું કે, મહીસાગર જિલ્લામાં જે પણ લોકોએ વેક્સિન લીધી છે. તેમણે આસપાસના 10 વ્યક્તિઓને સમજાવીને વેક્સિન લેવા માટે જાગૃત કરે, જેથી વધુમાં વધુ વ્યક્તિઓ સુધી વેક્સિનેશન અંગેની જાણકારી પહોંચે અને કોરોના મહામારીને પહોંચી વળવા માટે વધારેથી વધારે લોકો વેક્સિન લેવા માટે પહોંચે. વેક્સિન લીધા બાદ કોરોના નથી થતો, આ વાત તદ્દન ખોટી છે. વેક્સિન લીધા પછી પણ પૂરતી કાળજી રાખવાની જરૂરી છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જોઈએ અને જાહેર જગ્યાઓ પર જવું ટાળવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details