મહીસાગર: જીલ્લામાં શુક્રવારના રોજ 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જીલ્લાના લુણાવાડામાં 4, બાલાસિનોરમાં 4 અને સંતરામપુરમાં 1 કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જીલ્લામાંથી સારા સમાચાર એ પણ છે કે, આજે 6 દર્દીઓ સાજા થતાં તેઓને ડીસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધીમાં 226 માંથી 166 દર્દીઓ સ્વસ્થ થતાં તેઓને ડીસ્ચાર્જ કરાયા હતા. જીલ્લામાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના કારણે 2 વ્યક્તિના મૃત્યુ થયાં છે. જ્યારે અન્ય કારણથી 11 દર્દીઓના મૃત્યુ થતાં જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 13 નોંધાયો છે. જીલ્લામાં અત્યાર સુધી કોરોના ના કુલ 6,268 રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જીલ્લાના 422 વ્યક્તિઓને હોમ કોરોન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યાં હોવાનું મુખ્ય જીલ્લા અધિકારીએ જણાવ્યું છે.
મહીસાગરમાં વધુ 9 કોરોના કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 226 પર પહોંચી - 9 corona cases were reported in Mahisagar
મહીસાગર જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાને અટકાવવા અનેકવિધ પગલાં લેવામાં આવી રહયા છે. દિન પ્રતીદિન જીલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. શુક્રવારના રોજ લુણાવાડામાં 4, બાલાસિનોરમાં 4 અને સંતરામપુરમાં 1કેસ મળીને કુલ 9 કેસ સામે આવ્યા છે. જેથી આરોગ્ય વિભાગની મૂશ્કેલી વધી છે. જીલ્લામાં 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેેેસની સંખ્યા 226 પહોંચી છે. આજે 6 દર્દીઓ સાજા થતાં તેઓને ડીસ્ચાર્જ કરાયા હતા.

મહીસાગરમાં વધુ 9 કોરોના કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 226 પર પહોંચી
જિલ્લામાં કોરોના પોઝિટિવને કારણે 32 દર્દીઓ કે.એસ.પી. હોસ્પિટલ બાલાસિનોર, 1 સિવિલ હોસ્પિટલ ગોધરા, 1 દર્દી બેંકર્સ હોસ્પિટલ વડોદરા, 5 દર્દી કરમસદ મેડિકલ કોલેજ- આણંદ, 1 દર્દી ડી.એચ.એસ. હોસ્પિટલ અમદાવાદ, 2 હોમ આઈસોલેશન, 01 દર્દી ધીરજ હોસ્પિટલ-વડોદરા, 1 દર્દી ડી.એચ.એસ.જી. હોસ્પિટલ-વડોદરા,1 દર્દી નારાયણ હોસ્પિટલ અમદાવાદ અને 2 દર્દી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવાર હેઠળ છે. કોરોના પોઝિટિવ આવેલા તમામ 42 દર્દીઓ સામાન્ય હાલતમાં છે. 4 દર્દીઓ ઓક્સિજન પર છે અને 1દર્દી વેન્ટીલેટર પર છે.