ગુજરાત

gujarat

મહીસાગરમાં વધુ 6 કોરોના દર્દીઓ સાજા થયાં, ડિસ્ચાર્જ રેટ 84 ટકા

By

Published : Jun 5, 2020, 5:49 PM IST

કોરોના વાઇરસ મહામારી વચ્ચે મહીસાગર માટે સારા સમાચાર સામે આવ્યા છે. મહીસાગરમાં શુક્રવારે વધુ 6 કોરોના દર્દીઓ સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી છે. આ સાથે મહીસાગરમાં ડિસ્ચાર્જ રેટ 84 ટકા પહોંચ્યો છે.

Etv Bharat, Gujarati News, CoronaVirus News, Mahisagar News
Mahisagar News

મહીસાગરઃ જિલ્લાના બાલાસિનોરમાં આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 06 કોરોના પોઝિટિવ દર્દીઓએ આ રોગને માત આપી છે. બાલાસિનોર પ્રાંત અધિકારી વિમલ ચૌધરીની ઉપસ્થિતિમાં શુક્રવારે 6 દર્દીઓને રજા આપવામાં આવી છે. જિલ્લામાં દર્દીઓનો ડિસ્ચાર્જ રેટ 84 ટકા થયો છે. હોસ્પિટલમાં સારવાર અને સારી વ્યવસ્થા માટે પણ દર્દીઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

મહીસાગર જિલ્લામાં આજે વધુ ચાર દર્દીઓ સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી છે. જિલ્લાના બાલાસિનોરમાં આવેલી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાના પોઝિટિવ દર્દીઓમાંથી આજે વધુ 06 કોરોના દર્દીઓ સ્વસ્થ થતાં તેઓને બાલાસિનોરના પ્રાંત અધિકારી વિમલ ચૌધરીની ઉપસ્થિતિમાં રજા આપવામાં આવી હતી. મહીસાગર જિલ્લામાં આજદિન સુધી 124 કોરોનાના દર્દીઓ નોંધાયા છે અને જેમાંથી 98 દર્દીઓ સ્વસ્થ થઇ ઘરે પહોંચ્યા છે. જેથી જિલ્લાનો ડિસ્ચાર્જ રેટ 84 ટકા પર પહોંચી ગયો છે.

મહીસાગરમાં વધુ 6 કોરોના દર્દીઓને આપી રજા

વધુમાં જણાવીએ તો જિલ્લામાં હવે 24 દર્દીઓ એક્ટિવ છે, જેની હાલત સ્થિર છે. કોરોના દર્દીઓ પૈકી 14 દર્દીઓ મહિસાગર જિલ્લાના બાલાસિનોરની કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 10 જિલ્લા બહાર સારવાર હેઠળ છે.

આ ઉપરાંત જિલ્લામાં આજદિન સુધી બે કોરોના પોઝિટિવ દર્દીઓના મૃત્યુ થયેલા છે. સ્વસ્થ થઈ ઘરે જઈ રહેલા દર્દીઓ એ હોસ્પિટલમાં આપવામાં આવેલી સારવાર અને કરવામાં આવેલી સારી વ્યવસ્થા માટે તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details