લુણાવાડા: મહીસાગર જિલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. આજે જિલ્લામાં વધુ 12 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 1 દર્દીનુ મોત થયાં જિલ્લાવાસીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.
મહીસાગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. આજે જિલ્લામાં વધુ 12 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. આ સાથે જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા 211 પર પહોંચી ગઈ છે. જિલ્લા વડા મથક લુણાવાડામાં 7 કેસ, સંતરામપુરમાં-1 કેસ અને બાલાસિનોરમાં -4 કેસ નોંધાયા છે. દુઃખદ સમાચાર એ પણ છે કે, કોરોનાના કારણે આજે જિલ્લામાં 1વ્યક્તિનું મોત નીપજ્યું છે.