ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર જિલ્લામાં વધુ 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંક 638 - Civil hospital mahisagar

મહિસાગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. બુધવારના રોજ જિલ્લામાં નવા 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 638 પર પહોંચી ગઈ છે. હાલ જિલ્લામાં 68 દર્દીઓ સારવાર હેઠળ છે.

મહીસાગર જિલ્લામાં વધુ 10 કોરોના કેસ નોંધાયા, કુલ આંક 638
મહીસાગર જિલ્લામાં વધુ 10 કોરોના કેસ નોંધાયા, કુલ આંક 638

By

Published : Aug 26, 2020, 9:32 PM IST

મહીસાગર: જિલ્લામાં 26 ઓગસ્ટના રોજ વધુ 10 કોરોના પોઝિટિવ કેસમાંથી જિલ્લાના વડા મથક લુણાવાડામાં 1 કેસ, વિરપુર-2, સંતરામપુરમાં 1, કડાણામાં 1 અને બાલાસિનોરમાં -5 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાને કારણે કુલ 36 લોકોએ જીવ ગુમાવ્યો છે. આજે વધું 7 દર્દીઓ સ્વસ્થ થતાં તેઓને ડિસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધીમાં 534 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયાં છે.

મહિસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવના કારણે 21 દર્દીઓ કે.એસ.પી. હોસ્પિટલ-બાલાસિનોર, 4 દર્દી જનરલ હોસ્પિટલ- લુણાવાડા, 18 દર્દી હોમ આઈસોલેશન, 4 દર્દી શીતલ નર્સીંગ હોમ-લુણાવાડા, 6 દર્દી SDH સંતરામપુર, તેમજ અન્ય 15 દર્દીઓ જિલ્લા બહાર સારવાર લઈ રહ્યા છે. કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી 65 દર્દીઓ સ્ટેબલ અને 2 દર્દીઓ ઓક્સિજન પર અને 1 દર્દી વેન્ટીલેટર પર છે.

ABOUT THE AUTHOR

...view details