લુણાવાડા ખાતે જિલ્લા મઝદુર સંઘ દ્વારા પગાર ભથ્થાની લઘુત્તમ વેતનની માંગણી કરવામાં આવી હતી. જેમાં આશા વર્કરનો 18000 તેમજ આશા ફેસીલેટર બહેનોનો 25000 તેમજ આંગણવાડી કાર્યકર બહેનોને 24000 અને તેડાગર બહેનોને 18000 પગાર ભથ્થાની લઘુત્તમ વેતનની માંગણી કરવામાં આવી હતી.
આંગણવાડી અને તેડાગર બહેનો દ્વારા પગાર ભથ્થાની લઘુત્તમ માંગણી આ ઉપરાંત અન્ય માંગણીઓમાં... તમામ બહેનોને પી.એફ, પેંશન,ગ્રેજ્યુટીનો લાભ આપવામાં આવે.
તમામ બહેનોને લાયકાત અને સિનિયોરિટીને ધ્યાને લઇ પ્રમોશન આપવામાં આવે.
તમામ બહેનોને વેતનનું નિયમિત ચુકવણું કરવામાં આવે.
તમામ અંતરિયાળ વિસ્તારોમાં કામગીરી કરવા માટે ડિફિકલ્ટી એનાઉન્સમેન્ટ આપવામાં આવે.
તમામ બહેનો સરકારના આદેશ મુજબની કામગીરી સિવાય વધારાની કામગીરી ન લેવી.
આંગણવાડી કાર્યકર બહેનોને ધ્યાને લઇ ઓક્ટોબર 2018માં કેન્દ્ર સરકારે કરેલ પગાર વધારો તાત્કાલિક ચુકવવામાં આવે.
આશાવર્કર તથા આશા ફેસિલિલેટર બહેનોને પી.એચ.સી.સેન્ટર પર આરામગૃહ બનાવવામાં આવે.
તેમજ તમામ બહેનોને પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનામાં ઉંમરનો 40 વર્ષનો બંધ દૂર કરી 60 વર્ષ કરવામાં આવે.
આશા વર્કર તથા આશા ફેસિલેટર બહેનોને રિટાયર્ડ સમયે 5 લાખ રૂપિયા ચુકવવામાં આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.