ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના સંક્રમણમાં વધારો, ખાનપુરના વેપારીઓ બે દિવસ દુકાનો સ્વયંભુ રાખશે બંધ - મહીસાગરના સમાચાર

ગુજરાતમાં દિવાળીના તહેવારો બાદ કોરોના કેસોમાં વધારો જોવા મળ્યો છે. તહેવારો બાદ લોકોમાં મોટાપાયે સંક્રમણ ફેલાઈ રહ્યું છે ત્યારે મહીસાગર જિલ્લામાં પણ કોરોના કેસોમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં જીલ્લામાં 150થી વધુ કેસ નોંધાયા છે ત્યારે ખાનપુર તાલુકાનાં મોટા ખાનપુર ગામના વ્યાપારીઓએ સ્વૈચ્છિક દુકાનો બંધ કરી બે દિવસ જાતેજ લોકડાઉન પાડ્યું છે.

shops closed
shops closed

By

Published : Nov 24, 2020, 10:56 PM IST

  • ગુજરાતમાં દિવાળીના તહેવારો બાદ કોરોનાનું મોટાપાયે સંક્રમણ ફેલાયુ
  • જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં 150થી વધુ કેસ નોંધાયા
  • ખાનપુરના વ્યાપારીઓએ સ્વેછિક દુકાનો બંધ કરી બે દિવસનું લોકડાઉન પાડ્યું
  • બે દિવસ દુકાનો બંધ રાખવાનો સ્વેછિક નિર્ણય લીધો

મહીસાગરઃ જિલ્લામાં દિવાળીના તહેવાર બાદ કોરોના સંક્રમણ વધ્યું છે. જેના લીધે જિલ્લામાં કોરોના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં કોરોના કેસ વધતા ખાનપુરના વેપારીઓ દ્વારા બજાર આજે મંગળવારે અને કાલે બુધવારે એમ બે દિવસ દુકાનો બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય લીધો છે. જેથી આગામી સમયમાં કોરોના સંક્રમણ વધુના ફેલાય અને કોરોના કેસમાં ઘટાડો થાય તે હેતુંથી સ્વયમ પગલુ ભર્યું છે.

કોરોના સંક્રમણમાં વધારો

ABOUT THE AUTHOR

...view details