- કડાણા ડેમમાં 46,109 ક્યુસેક પાણીની આવક
- ડેમ 80 ટકા જેટલો ભરાયો, ડેમની ભયજનક સપાટી 419 ફૂટ
- અત્યારે કડાણા ડેમનું જળ સ્તર 411.07 ફૂટ
મહીસાગરઃ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડી રહ્યો છે. રાજ્યના અનેક જળાશયો વરસાદી પાણીથી છલોછલ ભરાઈ ગયા છે. તો કડાણા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેતા કડાણા ડેમનું જળ સ્તર પણ વધ્યું છે. અત્યારે કડાણા ડેમ 80 ટકા જેટલો ભરાઈ ગયો છે, જેના કારણે તંત્રએ એલર્ટ સ્ટેજ જાહેર કર્યું છે. અત્યારે ડેમની સપાટી 411.07 ફૂટ પર પહોંચી છે, જે ભયજનક સપાટીથી માત્ર 7 જ ફૂટ દૂર છે.
ડેમ 80 ટકા ભરાઈ ગયો
જિલ્લામાં કડાણા ડેમના ઉપરવાસમાં સારો વરસાદ થતા અને રાજસ્થાનના બાંસવાડાના મહીસાગર બજાજ ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના પ્રવાહને લઈને ડેમમાં પાણીની આવક વધી છે. આથી ડેમ 80 ટકા જેટલો ભરાઈ ગયો છે. જ્યારે તંત્રએ આને એલર્ટ સ્ટેજ જાહેર કર્યું છે. કડાણા ડેમના ઉપરવાસમાંથી 46,109 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.