ગુજરાત

gujarat

ETV Bharat / state

કલેક્ટરના અધ્યક્ષસ્થાને મહીસાગર જિલ્લા સંકલન સમિતિ ભાગ-1-2ની બેઠક યોજાઇ - સેવા સદન

મહીસાગરઃ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ ભાગ-1 અને 2ની બેઠક જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને સેવા સદન કલેક્ટરની કચેરીના સભાખંડમાં યોજાઇ હતી. જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Etv Bharat, Gujarati News, Mahisagar News
કલેક્ટરના અધ્યક્ષસ્થાને મહીસાગર જિલ્લા સંકલન સમિતિ ભાગ-1-2ની બેઠક યોજાઇ

By

Published : Dec 22, 2019, 6:49 AM IST

આ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ ભાગ-1 અને 2ની બેઠકમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, જનસુખાકારીના વિકાસના કામોને અગ્રતા આપી નિયત અવધિમાં પૂર્ણ કરી લોકોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પરિપૂર્ણ કરવી એ આપણું કર્તવ્ય છે. જેથી જનહિતને લગતા ST બસ સેવા, વીજળી, રસ્તા, પીવાની પાણી, સિંચાઇ, આરોગ્ય તેમજ શિક્ષણ વગેરે પ્રશ્નોને સમય મર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ગામના પ્રશ્નોના નિરાકરણ અર્થે રાજ્ય સરકારે નૂતન અભિગમ અપનાવ્યો છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહીસાગર જિલ્લાના વિવિધ ગામોમાં રાત્રી સભાઓ યોજવામાં આવે છે. જેથી ગ્રામજનો તરફથી રજૂઆત કરવામાં આવેલા પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરવા સંબંધિત અધિકારીઓને પણ આહ્વાન કર્યું હતું.

આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહી પોતાના વિભાગ દ્વારા અપાયેલા લક્ષ્યાંક અને સિદ્ધિ અંગે પ્રેઝેન્ટેશન નિહાળ્યું હતું. વિવિધ વિભાગ દ્વારા કરાયેલી કામગીરી અંગેની આંકડાકીય વિગતો રજૂ કરી હતી. જ્યારે બાકી લક્ષ્યાંક સામે જિલ્લા કલેક્ટરે ઝડપી અને સમયસર પૂર્ણ કરી સો ટકા ઉપરનો લક્ષ્યાંક સિદ્ધિ કરવા અને પત્રકો નિયમિત મોકલી અને ડેટા એન્ટ્રી કરાવી લેવા જણાવ્યું હતું. વધુમાં જિલ્લા કલેક્ટર દ્વારા અરજદારની પડતર અરજીઓ, નાગરિક અધિકારપત્રની અરજીના નિકાલ, કચેરીની તપાસણી, બાકી સરકારી લેણાની વસુલાત ઝુંબેશ, સરકારી કર્મચારીના બાકી પેન્શન કેશ વગેરે બાબતો અંગે બેઠકમાં ચર્ચા કરાઇ હતી.

આ બેઠકમાં લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર અને શહેરાના ધારાસભ્યો તેમના વિસ્તારને લગતા વિકાસના લોકસુખાકારીના પ્રશ્નોના કલેકટરે પ્રત્યુત્તર આપી ઝડપથી પ્રશ્નોના નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચનો કરવામાં આવ્યા હતા. આ સંકલન બેઠકમાં લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશ સેવક, અધિક નિવાસી કલેક્ટર આર.આર.ઠક્કર, નાયબ પોલીસ અધિક્ષક, પ્રાયોજના વહીવટદાર એન.એ. નિનામા, ડીઆરડીએ ડાયરેક્ટર જે.કે.જાદવ, લુણાવાડા પ્રાંત અધિકારી બ્રિજેસ મોડીયા, સંતરામપુર પ્રાન્ત અધિકારી નિકુંજ પરીખ તથા જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details