કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી. જેમાં વધુમાં વધુ લાભાર્થીઓને લાભ મળે તે માટે કલેક્ટર બારડે તમામ સબંધિત અમલીકરણ અધિકારીઓ તથા બેંક મેનેજરોને સુચનો કર્યા હતા. આ યોજના અંતર્ગત સ્વ -રોજગારી હેતુ માટે 12 દુધાળા પશુઓનું ડેરી યુનિટ સ્થાપના યોજના માટે વર્ષ 2018-19 માટે જિલ્લાપંચાયત મહીસાગર તથા સબંધિત દૂધ સંઘો મારફતે 140 યુનિટના લક્ષ્યાંક સામે 204 અરજીઓ મંજુર કરવામાં આવી હતી. તે પૈકી 143 અરજીઓ માટે સહાયની રકમ ચુકવવામાં આવેલી હતી.
આ ઉપરાંત બાકી રહેલ અરજીઓ માટે જે લાભાર્થીઓને બેંક લોનની રકમનું ધિરાણ થયેલ ન હોઈ તેવા તમામ લાભાર્થીઓને બેંક અધિકારી સાથે સ્થાનિક પશુધન નિરીક્ષક સાથે રહી સ્થળ તપાસ કરી પશુપાલકને સત્વરે લાભ મળે તે માટે કલેકટરે સુચના આપી હતી તેમજ આ યોજનાનો પશુપાલકોને મહત્તમ લાભ મળે તે માટે પશુપાલન ખાતું, દૂધ સંઘો તથા બેંકો દ્વારા મહત્તમ પ્રયાર-પ્રસાર કરવા અનુરોધ કર્યો હતો.