ચીનમાં કરોના વાઇરસની શરૂઆત થઈ અને ધીમે ધીમે સમગ્ર વિશ્વમાં આ ખતરનાક કોરોના વાઈરસ પગપેસારો કરી રહ્યો છે. કોરોના વાઈરસનો પગપેસારો દેશ અને ગુજરાતમાં થાય તો શું તકેદારી રાખવી અને કેવા પ્રકારના પગલાં ભરવા તેના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સચેત છે. જેના ભાગરૂપે કોરાના વાઈરસ અન્વયે મહીસાગર જિલ્લામાં કોરોના વાઈરસ ફેલાય નહીં તેના અગમચેતીના પગલાં લેવા માટે મહીસાગર જિલ્લા કલેકટર કચેરીના હોલમાં મહીસાગર જિલ્લા કલેકટર આર.બી.બારડના અધ્યક્ષ સ્થાને કોરોના વાયરસ અંગે જિલ્લાની સંકલન મિટિંગ યોજાઈ હતી.
મહીસાગર જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને કોરોના વાયરસ અંગે જિલ્લાની સંકલન બેઠક યોજાઈ - સંકલન બેઠક
કોરાના વાयરસ અન્વયે જિલ્લામાં કોરોના વાયરસ ફેલાય નહીં તેના અગમચેતીના પગલાં લેવા માટે મહીસાગર જિલ્લા કલેકટર કચેરીના હોલમાં મહીસાગર જિલ્લા કલેકટર આર.બી.બારડના અધ્યક્ષ સ્થાને કોરોના વાયરસ અંગે જિલ્લાની સંકલન મિટિંગ યોજાઈ હતી.
આ મીટીંગમાં કોરોના વાઈરસ અંગે જાગૃતિ રાખવા ઉપસ્થીત આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, પોલીસ વિભાગ અને નગરપાલિકા વિભાગના કર્મચારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. દરેક શાળા, સ્કુલ, કોલેજ, આઈ.ટી.આઈ. છાત્રાલય વગેરે સંસ્થાઓમાં બાળકોને હેંન્ડ વિશૂંગ તેમજ કોરોના વાયરસ અંગે જાગૃતિ રાખવા તેમજ દરેક જાહેર સ્થળે પત્રીકાઓ વહેચી પોસ્ટર લગાવવા સફાઈ કામદારોની મીટીંગ યોજી જાગૃતિ લાવવા મહીસાગર જિલ્લા કલેકટર આર.બી.બારડે સૂચનો આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, મહીસાગર જિલ્લામાં કુલ 16 વિદ્યાર્થીઓ ચાઈનાથી પરત આવેલ છે અને જેમની 15 દિવસ નિયમિત સંપુર્ણ દેખરેખ રાખેલ છે. 16 પૈકી કોઈપણ વિદ્યાર્થીમાં કોઈ પણ જાતના ચિહ્નો જણાયેલ નથી.
TAGGED:
સંકલન બેઠક