ગુજરાત

gujarat

ETV Bharat / state

લુણાવાડા અર્બન હેલ્‍થ સેન્‍ટર દ્વારા જિલ્‍લા સેવા સદનના અધિકારીઓ અને કર્મચારીઓની તબીબી ચકાસણી કરાઈ - Medical examination of officers-employees

કોરોના વાઇરસની મહામારી સામે રાજ્ય સહિત સમગ્ર દેશ લડી રહ્યો છે. ત્યારે કોરોના વાઇરસને નિયંત્રણમાં રાખવા માટે મહીસાગરમાં જિલ્લા કલેક્ટર આર.બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાં ભરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુરૂવારે લુણાવાડામાં ફરજ બજાવતા સરકારી અધીકારીઓ-કર્મચારીઓનું થર્મલ સ્ક્રિનીંગ અને SPO2 કરવામાં આવ્‍યું હતું.

Medical examination of officers
લુણાવાડામાં જિલ્‍લા સેવા સદનના અધિકારીઓ-કર્મચારીઓની તબીબી ચકાસણી કરાઈ

By

Published : Jul 9, 2020, 5:58 PM IST

લુણાવાડામાં અધિકારીઓ-કર્મચારીઓની કરાઇ તબીબી ચકાસણી

  • લુણાવાડા અર્બન હેલ્‍થ સેન્‍ટર દ્વારા અધિકારીઓ-કર્મચારીઓની કરાઇ તબીબી ચકાસણી
  • અધિકારીઓ-કર્મચારીઓનું થર્મલ સ્‍ક્રીનીંગ અને SPO2 કરવામાં આવ્‍યું
  • હોમિયોપેથીક આર્સેનિક આલ્‍બમની દવાઓનું કરાયું વિતરણ

મહીસાગરઃ કોરોના વાઇરસની મહામારી સામે રાજ્ય સહિત સમગ્ર દેશ લડત લડી રહ્યું છે. ત્યારે કોરોના વાઇરસને નિયંત્રણમાં રાખવા માટે મહીસાગરમાં જિલ્લા કલેક્ટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાં ભરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુરૂવારે લુણાવાડામાં ફરજ બજાવતા સરકારી અધીકારીઓ-કર્મચારીઓનું થર્મલ સ્ક્રીનીંગ અને SPO2 કરવામાં આવ્‍યું હતું.

લુણાવાડામાં જિલ્‍લા સેવા સદનના અધિકારીઓ-કર્મચારીઓની તબીબી ચકાસણી કરાઈ

કોરોના વાઇરસ નિયંત્રણમાં રહે તે માટે આરોગ્‍ય તંત્ર દ્વારા ગામે-ગામ, ફળિયે-ફળિયે ડોર ટુ ડોર સર્વેલન્‍સની કામગીરી કરી નાગરિકોના આરોગ્‍યની ચકાસણી કરવામાં આવી રહી છે. તેમજ આયુર્વેદિક ઉકાળા, હોમિયોપેથિક, આર્સેનિક આલ્‍બમની દવાઓનું વિતરણ કરવાની સાથે થર્મલ સ્‍ક્રીનીંગ અને SPO2 ની ચકાસણી કરવામાં આવી રહી છે. રાજય સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતાં સરકારી અધિકારીઓ-કર્મચારીઓની આરોગ્‍યતા જળવાઇ રહે તે માટે લુણાવાડા અર્બન હેલ્‍થ સેન્‍ટર દ્વારા ગુરૂવારે જિલ્‍લાના મુખ્‍ય મથક લુણાવાડા ખાતેના જિલ્‍લા સેવા સદનમાં ફરજ બજાવતાં સરકારી અધિકારીઓ-કર્મચારીઓનું થર્મલ સ્‍ક્રીનીંગ અને SPO2 કરવામાં આવ્‍યું હતું. તેમજ તમામ અધિકારી-કર્મચારીઓને હોમિયોપેથીક આર્સેનિક આલ્‍બમની દવાઓનું વિતરણ કરી આરોગ્‍યલક્ષી સમજ આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details