ગુજરાત

gujarat

ETV Bharat / state

લુણાવાડા ચાર કોસિયા નાકા પાસે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે જ મોત - લુણાવાડા પોલીસ

મહિસાગરના લુણાવાડા પાસે ચાર કોસિયા નાકા નજીક શનિવારની રાત્રે ગમખ્વાર અકસ્માત (Fatal Accident on Highway) થયો હતો. જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે જ મોત (Four person Died on the spot) નિપજ્યા છે. બાઈક પર જતા એક પરિવારને ટ્રક ચાલકે અડફેટે લેતા અકસ્માત થયો હતો. આ કેસમાં પોલીસે ટ્રક ચાલકને પકડવા માટે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

લુણાવાડા ચાર કોસિયા નાકા પાસે ગમખ્વાર અકસ્માત, એકજ પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે જ મોત
લુણાવાડા ચાર કોસિયા નાકા પાસે ગમખ્વાર અકસ્માત, એકજ પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે જ મોત

By

Published : May 29, 2022, 7:15 PM IST

મહિસાગર: મહિસાગરના લુણાવાડા પાસે ચાર કોસિયા નાકા નજીક શનિવારની રાત્રે જીવલેણ (Fatal Accident on Highway) અકસ્માત થયો હતો. જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે જ મોત (Four person Died on the spot) થયા છે. બાઈક પર જતા એક પરિવારને પુરપાટ વેગે આવી રહેલા ટ્રક ચાલકે (Accident Between Bike And Truck) અડફેટે લેતા અકસ્માત થયો હતો. આ કેસમાં પોલીસે ટ્રક ચાલકને પકડવા માટે કાયદેસરના પગલાં લીધા છે. આ અકસ્માતમાં ટ્રક ચાલકે બાઈક પર સવાર પિતા, માતા અને બે બાળકોન અડફેટે લીધા હતા.

લુણાવાડા ચાર કોસિયા નાકા પાસે ગમખ્વાર અકસ્માત, એકજ પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે જ મોત

આ પણ વાંચો:ચાર બાળકો HIV પોઝિટિવ આવ્યા બાદ NHRCએ મહારાષ્ટ્ર સરકારને નોટીસ ફટકારી,આવી હતી બેદરકારી

એક જ પરિવારના ચાર વ્યક્તિના મોત: મહીસાગર જિલ્લાના લુણાવાડા ચાર કોસિયા નાકા પાસે ગમખ્વાર અકસ્માતમાં એકજ પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. ટ્રક ચાલકે બાઈક પર જઈ રહેલા પિતા, માતા અને બે બાળકોને અડફેટે લેતા લઘુમતી કોમના બે બાળકો સહિત માતા અને પિતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બાઇક પર સવાર એક જ પરીવાર ના 4 સભ્યોના ઘટના સ્થળે મોત થતાં લઘુમતી કોમના ટોળેટોળા ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. દૂર દૂર સુધી મધ્યરાત્રિએ ટ્રાફિક જામ દૃશ્યો સર્જાયા હતાં.

આ પણ વાંચો:પોલીસે પ્રવાસીઓને ઢોરમાર માર્યો, આ કારણે દીવમાં જાહેર રસ્તા પર થઈ ગયું ધીંગાણું

પોલીસ તપાસ શરૂ: અકસ્માતને લઈ મહીસાગર પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતમાં મોત નીપજનાર ચારેયને લુણાવાડા કોટેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે, લઘુમતી કોમના ટોળા થતાં મામલો બિચકે એ પહેલા પોલીસ મામલો થાળે પાડયો હતો. નાયબ જિલ્લા પોલીસ વડા, SOG, LCB સહિત લુણાવાડા પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસે અડફેટે લેનાર ટ્રક સહિત ચાલકને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details