મહીસાગરઃ કોરોના વાઈરસની મહામારી સામે રાજ્ય અને દેશ લડત આપી રહ્યાં છે. ત્યારે કોરોના વાઈરસને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લા કલેક્ટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. કોરોના સામેની લડતમાં જિલ્લા તંત્ર સતર્ક રહીને કોરોનાની મહામારીને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે.
પાલક માતા-પિતા યોજનાનો લાભ લેતા બાળકો અને વાલીઓને માસ્કનું વિતરણ કરાયું - મહીસાગર કોરોના અપડેટ
કોરોના વાઈરસની મહામારી સામે રાજ્ય અને દેશ લડત આપી રહ્યાં છે. ત્યારે કોરોના વાઈરસને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લા કલેક્ટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે.
પાલક માતા-પિતા યોજનાનો લાભ લેતા બાળકો અને વાલીઓને માસ્કનું વિતરણ કરાયું
મહીસાગર જિલ્લા બાળ સુરક્ષા કચેરી દ્વારા જિલ્લાલ કલેકટર આર.બી.બારડના સૂચનને ધ્યાને લઇ જિલ્લામાં પાલક માતા-પિતા યોજનાનો લાભ મેળવી રહેલા બાળકો અને તેમના પાલક વાલીઓને કોરોના વાઈરસની જાણકારી મળી રહે અને કોરોનાથી સંક્રમિત ન થાય તે હેતુથી જિલ્લા બાળ સુરક્ષા કચેરી દ્વારા બાળકો અને વાલીઓને માસ્ક આપવામાં આવ્યા હતા. તેમજ તેઓને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા અને સાબુ કે હેન્ડ સેનિટાઇઝરથી વારંવાર હાથ ધોવા તેમજ કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અંગે સમજ આપવામાં આવી હતી.