ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરના સખી વન સ્ટોપ સેન્ટરે માનસિક અસ્વસ્થ વૃદ્ધાનું પરિવાર સાથે મિલન કરાવ્યું

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં વન સ્ટોપ સેન્ટર-સખી યોજના અમલમાં મૂકવામાં આવી છે. સખી વન સ્ટોપ સેન્ટરમાં મહિલાઓ સાથે કોઇપણ હિંસાના કિસ્સામાં તબીબી, કાયદાકીય, મનોવૈજ્ઞાનિક પરામર્શ જેવી વિવિધ સેવાઓ આ સેન્ટર પરથી મળી રહે છે.

મહીસાગરના સખી વન સ્ટોપ સેન્ટરે માનસિક અસ્વસ્થ વૃદ્ધાનું પરિવાર સાથે મિલન કરાવ્યું
મહીસાગરના સખી વન સ્ટોપ સેન્ટરે માનસિક અસ્વસ્થ વૃદ્ધાનું પરિવાર સાથે મિલન કરાવ્યું

By

Published : Dec 15, 2020, 9:08 PM IST

  • હિંસાથી પીડિત મહિલાઓની સમસ્યાઓના સમાધાન માટે સખી વન સ્ટોપ સેન્ટર
  • કોટેજ હોસ્પિટલના પ્રતીક્ષાગૃહમાંથી માનસિક અસ્વસ્થ મહિલા મળી
  • મહિલાને સેન્ટર દ્વારા ચીજવસ્તુ્ઓ, ચા-નાસ્તો, જમવાનું સાથે મેડીકલ સારવાર આપી
  • મહિલાના સગાંવહાલાએ સખી વન સ્ટોપ સેન્ટરનો આભાર માન્યો

    મહીસાગરઃ કોરોના વાયરસની મહામારીના સમયગાળામાં કોટેજ હોસ્પિટલના પ્રતીક્ષાગૃહમાંથી માનસિક અસ્વસ્થ મહિલા સખી વન સ્ટોપ સેન્ટરને મળી આવેલ હતી. આ વૃદ્ધ મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા પ્રેમ, હૂંફ અને લાગણીભર્યા વાતાવરણનું નિર્માણ કરી તેણીને જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુ્ઓ સવાર-સાંજ ચા-નાસ્તો અને ભોજન વગેરેની વ્યવસ્થા કરી હતી. આ સાથે મેડીકલ સારવાર અને કાઉન્સિલિંગ કરી વૃદ્ધાના સગાંવહાલાનો સંપર્ક કરી તેમના વાલીવારસોને જાણ કરી હતી.
    કોટેજ હોસ્પિટલના પ્રતીક્ષાગૃહમાંથી માનસિક અસ્વસ્થ મહિલા મળી


  • સખી વન સ્ટોપ સેન્ટર સાચા અર્થમાં મહિલાનું બન્યું સખી

    સખી વન સ્ટોપ સેન્ટર મહીસાગર દ્વારા આ વૃદ્ધ મહિલાનું પુનઃસ્થાપન કરાતાં તેમના પરિવારે સખી વન સ્ટોપ સેન્ટર મહીસાગરનો સહદય આભાર વ્યકત કર્યો હતો. માનસિક અસ્વસ્થતાના કારણે પરિવારથી વિખૂટી પડી ગયેલ મહિલાની માટે સાચા અર્થમાં સખી વન સ્ટોપ સેન્ટર સખી બની ગયું હતું.

ABOUT THE AUTHOR

...view details