સમગ્ર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે મંગળવારે જિલ્લામાં વધું 20 કોરોના પોઝિટિવ કેસ નોધાયા છે. મંગળવારે 18 દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
મહીસાગર કોરોના અપડેટ
By
Published : Dec 2, 2020, 5:13 AM IST
મહીસાગર જિલ્લમાં કોરોના સંક્રમણમાં વધારો
મંગળવારે 20 નવા પોઝિટિવ કેસ નોંધાયા
લુણાવાડા, બાલાસિનોર, વિરપુર, સંતરામપુર અને ખાનપુરને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા
મહીસાગર : સમગ્ર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે મંગળવારે જિલ્લામાં વધું 20 કોરોના પોઝિટિવ કેસ નોધાયા છે. જેથી આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. મંગળવારે 18 દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 43 લોકોના મોત થયા છે. છેલ્લાં 6 દિવસમાં જિલ્લામાં 127 કોરોના પોઝિટિવ કેસ નોધાયા છે.
20 પોઝિટિવ કેસ નોંધાયા, 18 ડિસ્ચાર્જ
મહીસાગર જિલ્લામાં હાલમાં 196 દર્દીઓ સારવાર હેઠળ
આ ઉપરાંત જિલ્લામાં કોરોના પોઝિટિવ 186 દર્દીઓ સ્થિર હાલતમાં છે. જ્યારે 8 દર્દી ઓક્સિજન પર અને 2 દર્દી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. હાલ જિલ્લામાં 196 દર્દીઓ સારવાર હેઠળ છે.
મહીસાગર કોરોના અપડેટ
કુલ પોઝિટિવ કેસ - 1715
કુલ સક્રિય કેસ - 196
કુલ ડિસ્ચાર્જ - 1476
કુલ મોત - 43
કુલ નેગેટિવ રિપોર્ટ - 89359
છેલ્લાં 6 દિવસમાં જિલ્લામાં 127 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
તારીખ
કેસની સંખ્યા
26 નવેમ્બર
26
27 નવેમ્બર
18
28 નવેમ્બર
23
29 નવેમ્બર
16
30 નવેમ્બર
24
1 ડિસેમ્બર
20
કુલ
127
કન્ટેનમેન્ટ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર થર્મલ સ્ક્રિનિંગ હાથ ધરાયું
શહેરના મુખ્ય માર્ગ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
સમગ્ર મહીસાગર જિલ્લામાં કોરોના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. જે દરમિયાન મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. ગત 8 દિવસથી જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધારો નોંધાયો છે. જિલ્લાના સંતરામપુર, બાલાસિનોર, વિરપુર, ખાનપુર અને લુણાવાડામાં કોરોના સંક્રમણ વધતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારોમાં અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ આ વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. કન્ટેનમેન્ટ વિસ્તારમાં સમાવિષ્ટ તમામ લોકોને આરોગ્ય સેતુ એપ્લિકેશન મોબાઈલમાં ડાઉનલોડ કરી દૈનિક ધોરણે અપડેટ કરવા જણાવાયું છે.