ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં લવ જેહાદને નાથવા VHP, બજરંગ દળ દ્વારા કલેક્ટરને પાઠવ્યું આવેદન પત્ર - Mahisagar

મહીસાગર: જિલ્લામાં 'વિશ્વ હિન્દુ પરિષદ' અને 'બજરંગ દળ' દ્વારા જિલ્લામાં ચાલતા લવ જેહાદના કિસ્સાઓને રોકવા તેમજ તેને લઇને કોઇ નિર્ણય લેવા માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

કલેક્ટરને આવેદન પત્ર

By

Published : Jul 20, 2019, 4:58 AM IST

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક એવા લુણાવાડામાં ગુરૂવારના રોજ બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગાવાહિની અને માતૃશક્તિના કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

મહીસાગરમાં લવ જેહાદને નાથવા VHP, બજરંગ દળ દ્વારા કલેક્ટરને પાઠવ્યું આવેદન પત્ર

પડોશી દેશ દ્વારા લવ જેહાદના ષડયંત્ર મારફતે ભારતના હિન્દુ કુટુંબની ભોળી બહેન-દીકરીઓને લગ્નની લાલચ આપીને ફસાવી તેને ભગાડી લઇ જાય છે. જે બાદ ધર્મ પરિવર્તન કરાવવામાં આવતો હોય છે. તેમજ તેનું જાતીય શોષણ કરી હિન્દુ સમાજને અપમાનિત કરવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા સરકાર દ્વારા આ બનતા કિસ્સાઓ પર લગામ લગાવી તેના પર યોગ્ય પગલાં લેવા VHP સંગઠને માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details