ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર: કડાણાના કડાણા રાઠડા-ચાંદરી બેટ ગામમાં રસીકરણ જાગૃતતા અભિયાન યોજાયું - Misconceptions about the vaccine

કોરોનાના સામે એકમાત્ર કારગર હથિયાર છે જેથી સરકાર લોકોને રસી લેવા અપીલ કરી રહ્યા છે પરંતુ લાકોમાં રસીને કેટલીક ગેરમાન્યતાઓ છે જેના કારણે લોકો રસી નથી મુકાવી રહ્યા. મહિસાગરના બેટ વિસ્‍તારમાં કડાણા જળાશયની જળરાશિથી ચોતરફ ઘેરાયેલા રાઠડા-ચાંદરી ગામમાં કોરોના રસી અંગે જાૃતતા ફેલાવવામાં આવી હતી.

કોરોના
મહીસાગર: કડાણાના કડાણા રાઠડા-ચાંદરી બેટ ગામમાં રસીકરણ જાગૃતતા અભિયાન યોજાયું

By

Published : Jul 4, 2021, 7:16 AM IST

  • મહિસાગરના અંતિયાળ ગામમાં રસીકરણ યોજવામાં આવ્યું
  • ગામલોકોમાં રરીકરણને લઈને ગેરમાન્યતાઓ
  • સરપંચે ગામલોકોએ રસી મુકાવવા કરી અપીલ

મહિસાગર: કોરોના સામેની લડાઈમાં રસી એક માત્ર હથિયાર છે, પણ કેટલાક લોકો રસી અંગે અફવાઓ ફેલાવી રહ્યા છે. રાજ્યના અંતિયાળ ગામમાં લોકો હજુ પણ રસી લેતા ડરી રહ્યા છે. મહીસાગર જિલ્‍લાના આદિજાતિ અને અંતરિયાળ એવા બેટ વિસ્‍તારમાં કડાણા જળાશયની જળરાશિથી ચોતરફ ઘેરાયેલા રાઠડા-ચાંદરી બેટ ગામે વસવાટ કરી રહેલા લોકો ડર્યા વગર કોરોનાની રસી મૂકાવે તે માટે જિલ્‍લા વહીવટી તંત્ર દ્વારા વેકિસનેશન ડ્રાઇવ યોજવામાં આવી હતી.

રસીની કોઈ આડ અસર નહીં

જિલ્‍લા કલેકટરે આદિજાતિ અને અંતરિયાળ વિસ્‍તારના લોકોમાં ખોટી અફવાઓ અને ભ્રમમાંથી બહાર આવી કોરોના રસી મૂકાવવા અપિલ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે કોરોના રસીની કોઇ આડઅસર નથી અને ખોટી અફવાઓથી દૂર રહી કોઇપણ પ્રકારનો ડર રાખ્‍યા વગર કોરોના રસી મૂકાવી પોતાના પરીવારને સુરક્ષિત કરે.

આ પણ વાંચો : Corona vaccination campaign : પરીક્ષા પૂર્વે જૂનાગઢમાં મહિલા કોલેજની 300 વિદ્યાર્થીનીઓને રસીથી સુરક્ષિત કરાઈ

સરપંચે પણ મૂકાવી રસી

આ વિસ્‍તારના લોકો કોરોના રસીની અફવાઓ અને ડરના કારણે રસી મૂકાવા માટે જાગૃત ન હતા, પરંતુ જિલ્‍લા વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવેલા આ ખાસ રસીકરણ ડ્રાઇવમાં મહાનુભાવોની પ્રેરક ઉપસ્‍થિતિમાં ગામના સરપંચ પવર્તભાઇએ રસી મૂકાવી લોકોને કોરોના પ્રતિરોધક રસી અંગે અફવાઓથી દૂર રહેવાનો પ્રેરક સંદેશો આપ્‍યો હતો.

લોકોએ ઉત્સાહભેર રસીકરણમાં ભાગ લીધો

અંતરિયાળ વિસ્‍તારમાં જિલ્‍લા વહીવટીતંત્ર, ધારાસભ્‍ય અને સરપંચના વિશેષ પ્રયાસોથી ગ્રામજનોમાં પ્રવર્તી રહેલ અફવાઓ અને ખોટા ભ્રમને દૂર કરવામાં સફળતા મળી હતી. રાઠડા-ચાંદરી બેટ ગામે આ યોજાયેલા રસીકરણ ડ્રાઇવમાં મોટી સંખ્‍યામાં ગ્રામજનોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.

આ પણ વાંચો : Corona Vaccination Campaign: નવસારીમાં વેક્સિનની અછત સર્જાતા રસીકરણ કેન્દ્રો પર લોકોની ભીડ

આંગણવાડીના બાળકોને ગણવેશ આપવામાં આવ્યો

આ પ્રસંગે ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે તાજેતરમાં સમગ્ર રાજયની આંગણવાડીના 14 લાખ બાળકોને રાજયના મુખ્‍યપ્રધાન વિજય રૂપાણીના હસ્‍તે ગણવેશ આપવાનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો.આં તેના ભાગરૂપે ગામના આંગણવાડીના બાળકોને ગણવેશ આપવામાં આવ્‍યા હતા. જયારે પ્રકૃતિની ગોદમાં આવેલ આ ગામમાં ઉપસ્‍થિત સર્વેએ વૃક્ષારોપણ પણ કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details