લુણાવાડા: શહેરમાં પોલન હાઈસ્કૂલમાં શેલ્ટર હોમ બનાવવામાં આવ્યું છે. જે 34 શ્રમિકો માટે બનાવવામાં આવ્યું છે. તેમજ બાલાસિનોર ખાતે શેઠ ઓચ્છવલાલ હાઈસ્કૂલમાં 58 અને કલીયાની મુવાડી કડાણા ખાતે 42 મળી એમ જિલ્લામાં કુલ 134 જેટલા લોકો નિવાસ કરી રહ્યા છે.
તેમાં 20 જેટલા બાળકો પણ છે. એમના માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગાદલા, ઓશીકા, ચાદર, ટુવાલ, બ્રશ, ટુથ પેસ્ટ, સેનિટાઇઝર, માસ્ક, સાબુ સહિતની જીવન જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ સાથે રહેવાની વ્યવસ્થા, ભોજન અને ચાની વ્યવસ્થા તેમજ અન્ન બ્રહ્મ યોજના હેઠળ અનાજ પણ આપવામાં આવ્યુ છે. અને આરોગ્ય તપાસણી પણ કરવામાં આવે છે સાથે તેમનું કાઉન્સલીંગ પણ કરવામાં આવ્યું છે. બાળકોને પૌષ્ટીક નાસ્તો તેમજ ઇતર પ્રવૃત્તિ માટે પુસ્તકો પણ આપવામાં આવ્યા છે.