મહીસાગરઃ સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. જેથી દેશમાં લોકડાઉન કરાયું છે. લોકડાઉનના કારણે ગરીબ અને જરૂરિયાતમંદોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કપરા અને મુશ્કેલ સમયમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મુખ્યપ્રધાન રાહત નિધિ ફંડમાં યોગદાન આપવા તમામ ગુજરાતવાસીઓને અપીલ કરી છે. ત્યારે લુણાવાડાનાં સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓએ મુખ્યપ્રધાન રાહત ફંડમાં 25 હજાર રૂપિયા અર્પણ કરી કોરોના સામેની લડાઈમાં સહભાગી બન્યા હતા.
કોઠંબા સ્વામિનારાયણ મંદિર દ્વારા રૂપિયા 25 હજારનો ચેક CM રાહત ફંડમાં અર્પણ કરાયો - Trustee of Swaminarayan Temple
સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. જેથી દેશમાં લોકડાઉન કરાયું છે. લોકડાઉનના કારણે ગરીબ અને જરૂરિયાતમંદોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કપરા અને મુશ્કેલ સમયમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મુખ્યપ્રધાન રાહત નિધિ ફંડમાં યોગદાન આપવા તમામ ગુજરાતવાસીઓને અપીલ કરી છે. ત્યારે લુણાવાડાનાં સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓએ મુખ્યપ્રધાન રાહત ફંડમાં 25 હજાર રૂપિયા અર્પણ કરી કોરોના સામેની લડાઈમાં સહભાગી બન્યા હતા.
ત્યારે જિલ્લામાં પણ તેઓના સમર્થનમાં જિલ્લા કલેક્ટર આર.બી.બારડે સેવાભાવી સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ અને દાતાઓને મુખ્યપ્રધાન રાહત ફંડમાં સહયોગ આપવા સંવેદના પ્રગટ કરી આ મહાન કાર્યમાં ભાગીદાર થવા અપીલ કરી હતી. તે સંવેદનાને ધ્યાને લઇ કોઠંબા સ્થિત સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ નીતિનભાઈ જોશી, કુબેરભાઈ પટેલ, ગોવિંદભાઈ કાછીયા, નગીનભાઈ પટેલ દ્વારા મુખ્યપ્રધાન રાહત ફંડમાં રૂપિયા 25 હજારનો ચેક લુણાવાડા મામલતદાર ઇલાબેન નાયકને અર્પણ કરી કોરોના સામેની લડાઈમાં સહભાગી બન્યા છે.