ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં શનિવારના રોજ કોરોના વાઇરસના વધુ 10 કેસ નોંધાયા, કુલ સંખ્યા 319 પર પહોચી - મહીસાગર કોરોના અપડેટ

મહીસાગર જિલ્લામાં કોરોના થમવાનું નામ નથી લઈ રહ્યો. શનિવારે જિલ્લામાં વધુ 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં 10 કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ સંખ્યા 319 પર પહોંચી છે. દિનપ્રતિદિન કેસની સંખ્યામાં વધારો થતાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અને કોરોના સંદર્ભે તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.

મહીસાગરમાં કોરોના વાઇરસના વધુ 10 કેસ, કુલ સંખ્યા 319 પર પહોચી
મહીસાગરમાં કોરોના વાઇરસના વધુ 10 કેસ, કુલ સંખ્યા 319 પર પહોચી

By

Published : Jul 26, 2020, 4:25 AM IST

લુણાવાડા: કોરોના વાઇરસના શનિવારના રોજના કેસોની વાત કરવામાં આવે તો જિલ્લાના વડા મથક લુણાવાડામાં-3, ખાનપુરમાં-1, અને બાલાસિનોરમાં-6 મળીને શનિવારે કુલ 10 કેસ નોંધાયા છે. કેસની સંખ્યા વધતાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.

જોકે અત્યાર સુધીમાં 319 કેસમાંથી 197 દર્દીઓએ કોરોનાને માત આપી છે. હાલમાં કોરોનાના 102 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધી જિલ્લામાં 7,656 વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમજ 406 વ્યક્તિઓ હોમ કોરોન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાને કારણે કુલ 20 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યો છે.

જિલ્લામાં કોરોના પોઝિટિવના કારણે 48 દર્દીઓ બાલાસિનોરની (કોવિડ-19) કે.એસ.પી. હોસ્પિટલ-બાલાસિનોર તેમજ 54 દર્દીઓ જિલ્લા બહાર સારવાર હેઠળ છે. કોરોના પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી 92 દર્દીઓ સ્ટેબલ અને 9 દર્દીઓ ઓક્સિજન પર તેમજ 1 દર્દી વેન્ટિલેટર પર છે.

ABOUT THE AUTHOR

...view details