મહિસાગરઃ મહિસાગર જિલ્લાની રાજસ્થાન સાથેની આંતરરાજ્ય સરહદથી માત્ર 10 કી.મી દુર રાજસ્થાનના સીમવાડામાં કોરોનાનો કેસ પોઝિટિવ આવતા મહીસાગર તંત્ર દ્વારા રાજસ્થાન બોર્ડરનો તમામ વિસ્તાર સીલ કરી સેનેટાઇઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાતની રાજસ્થાન સાથેની બોર્ડર વિસ્તારની નજીક રાજસ્થાનના ડુંગરપુર બાસવાડા જિલ્લાનાં દસથી વધુ વ્યક્તિઓને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યુ છે. એવામાં મહીસાગર જિલ્લાની પુનાવાડા બોર્ડરથી માત્ર 10 કિમી દૂર રાજસ્થાનમાં મંગળવારે તબલિગી જમાતની એક 22 વર્ષીય ઇરફાન નામના વ્યક્તિનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
કોરોના પોઝિટિવ દર્દીનું ગોધરા કનેક્શન સામે આવ્યું છે. જેમાં 20 થી 24 તારીખ દરમિયાન તે અને તેની સાથેના અન્ય 17 વ્યક્તિ સાથે તબલિગી જમાતમાં ભાગ લીધા બાદ ગોધરા પણ જમાતમાં ભાગ લીધો હતો. જ્યાં તેઓ 60 થી 70 વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતાં. ત્યારબાદ આ 17 વ્યક્તિઓ સીમલવાડા ગયા હતા.
મહીસાગર વહીવટી તંત્ર દ્વારા હાલ કામગીરી શરૂ કરી પણ કરી દેવામાં આવી છે. સંતરામપુર નગરપાલિકાના સેનેટાઇઝર વાહન બોલાવીને આ 10 કિલોમીટરથી વધુ બોર્ડર વિસ્તાર સેનેટાઇઝ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલથી સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી બોર્ડરના તમામ વિસ્તારની સેનેટાઇઝ કરવામાં આવ્યો છે. બોર્ડર વિસ્તારના 10 થી વધુ ગામો સેનેટાઇઝ કરાયા હતા. જેનું નાયબ DDO, DYSP, કડાણા મામલતદાર અને TDO સહિતના અધિકારીઓએ પણ સ્થળ પર આવી સેનેટાઈઝર છંટકાવની નિરીક્ષણ કર્યું હતું.