મહિસાગરઃસંતરામપુરના હોન્ડાના એક શો રૂમમાં સોમવારે આગ લાગવાની ઘટના બની હતી. આસપાસના લોકો પણ આગ પર કાબુ મેળવવામાં લાગી ગયા હતા. પણ તેમાં ફાયદો થયો નહીં. આ મામલે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા લુણાવાડા અને સંતરામપુરના ફાયર ફાયટર સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે, આગ એટલી મોટી હતી કે, પાર્ટસથી લઈને બાઈક સુધીના મહત્ત્વના સાધનો બળીને ખાખ થઈ ગયા હતા.
આ પણ વાંચોઃFiring in USA: ગુજરાતીની ગોળીમારી હત્યા, સ્વામી ઘનશ્યામપ્રકાશ આપશે મુખાગ્ની
લોકોનો રોષઃસંતરામપુરના નરસિંગપુર વિસ્તારમાં આવેલા ગાંધી મોટર્સ હોન્ડા શોરૂમમાં અચાનક આગ લાગી હતી. અહીં રાખવામાં આવેલા લગભગ તમામ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. જોકે આ ઘટનામાં લોકોએ પણ ફાયર વિભાગ સામે રોષની ઠાલવી હતી. લોકોએ આરોપ લગાવ્યો હતો કે, ફાયર વિભાગ મોડું આવ્યું હતું. આ ઘટનામાં આગ પર કાબુ મેળવવા આસપાસના વિસ્તારની વીજળી પણ બંધ કરી દેવામાં આવી હતી. આ આગ કયા કારણે લાગી તેની જાણકારી હજુ સુધી મળી શકી નથી. આગામી તપાસ દરમિયાન તેની વિગતો સામે આવી શકે છે.