મહીસાગરના બાલાસિનોરમાં રેપીડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ મહિસાગર :જિલ્લાના બાલાસિનોર ખાતે રેપીડ એક્શન ફોર્સ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં ફૂટમાર્ક યોજઈ હતી.બાલાસિનોરના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટમાર્ક યોજી હતી. બાલાસિનોરમાં પોલિસે RAF રેપિડ એક્શન ફોર્સના જવાનો સાથે રાજપુરી દરવાજાથી નિશાળ ચોક સુધી ફૂટ પેટ્રોલિંગ પરેડ યોજાઇ હતી. સ્થાનિક પોલીસે RAFને ગામની ભૌગોલિક સ્થિતિથી વાકેફ કર્યા હતા.
ફ્લેગમાર્ચનું આયોજન : રેપિડ એક્શન ફોર્સની 100મી બટાલીયન તેમજ બાલાસિનોર પોલીસ ટીમ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ વિસ્તારના રાજપુરી દરવાજાથી નિશાળ ચોક થઈ તારન શહીદ દરગાહ સુધી એક ફ્લેગમાર્ચનું આયોજન કરાયું હતું. RAFના જવાનોની શિસ્તબધ્ધ કવાયતે પ્રજાજનોમાં આકર્ષણની જમાવ્યું હતું. જે જોવા માટે સ્થાનિક ગ્રામજનો ઉમટી પડ્યા હતા. આ ફ્લેગ માર્ચ દ્વારા RAF રેપિડ એક્શન ફોર્સને ગામના ભૌગોલિક વિસ્તારથી માહિતગાર કરાઈ હતી.
આ પણ વાંચો :જામનગરમાં પોલીસ જવાનો માટે મોકડ્રિલ,RPFએ દેખાડ્યું ઓરિજિનલ એક્શન
ફ્લેગમાર્ચમાં કોણ કોણ જોડાયું : આ ફ્લેગમાર્ચમાં RAFના SP કમાન્ડન્ટ મોહન સિંઘ, PI અંશુમન નિનામા સહિત પોલીસ જવાનો જોડાયા હતા. હાલ રમજાન મહિનો ચાલી રહ્યો છે. આ પ્લાટૂનની કવાયતનો મુખ્ય ઉદ્દેશ આ વિસ્તારની સંવેદનશીલ, અતિ સંવેદનશીલ વિશે માહિતી મેળવવાની તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક સાથે સંકલન કરવાનો છે. આ સાથે વરિષ્ઠ નાગરિકો, સામાજિક કાર્યકરો અને આગેવાનો સાથે મળી વાર્તાલાપ કરી ભૂતકાળમાં થયેલા રમખાણો અને અન્ય પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવવા માટે હતો.
આ પણ વાંચો :Mahisagar News : રેપીડ એક્શન ફોર્સ દ્વારા યોજાયેલી ફેલગ માર્ચમાં જવાનોએ જમાવ્યું આકર્ષણ
મિક્સ વસ્તી ધરાવતો વિસ્તાર : આ અંગે બાલાસિનોર PI અંશુમન નિનામા એ જણાવ્યુ કે, બાલાસિનોર ટાઉન વિસ્તારમાં રેપિડ એક્શન ફોર્સના જવાનો સાથે બાલાસિનોર પોલીસના કર્મચારીઓ સાથે સેન્સિટિવ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ભૌગોલિક પરિસ્થિતીની માહિતી મેળવવામાં આવી અને પોલીસની કામગીરી પ્રશાસનની કામગીરી પર વિશ્વાસ બેસે તે રીતે ફૂટ પેટ્રોલીંગ કરી જરૂરી માહિતી એકત્ર કરવામાં આવી હતી. રેપિડ એક્શન ફોર્સની આખી કંપની આપના વિસ્તારમાં એરિયા ડોમીનેશન માટે આવેલી, જેને ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવેલી હતી. જરૂરી માહિતી અત્રેના પોલીસ સ્ટેશને આપવામાં આવેલી છે. બાલાસિનોર પોલીસ સ્ટેશન મેઇન બજાર, રાજપુરી દરવાજાથી નિશાળ ચોક જે સેન્સિટિવ વિસ્તાર ગણાય છે. તે વિસ્તારમાં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું અને મિક્સ વસ્તી ધરાવતો વિસ્તાર છે.