- વોટર કલર પેઇન્ટિંગના માધ્યમથી વેક્સિન કવચને ધારણ કરવાનો સંદેશો પાઠવ્યો
- વેક્સિન પ્રતિ લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે વોટર કલર પેઇન્ટિંગ દ્વારા સમાજને સંદેશો
- વોટર કલર પેઇન્ટિંગની કલા યાત્રામાં અનેક કીર્તિમાન સ્થાપ્યા છે
મહીસાગર : કોરોના વેકસિન કાર્યક્રમ પ્રતિ લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે મહીસાગર જિલ્લાના યુવા ચિત્રકાર બિપીનભાઇ પટેલે કે જેમને રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવવાનો સંકલ્પ લીધો છે. જેથી તેમને સતત રોજ એક વોટર કલર પેઇન્ટિંગ દ્વારા સમાજને એક સંદેશો આપતા રહ્યા છે.
મહીસાગરના ચિત્રકારે વોટર કલર પેઇન્ટિંગના માધ્યમથી વેક્સિન કવચને ધારણ કરવાનો સંદેશો પાઠવ્યો આ પણ વાંચો -લુણાવાડામાં વેપારીઓએ સ્વૈચ્છીક બજારો બંધ રાખવાનો કર્યો નિર્ણય
ચિત્રકારીના માધ્યંમથી વેક્સિન મૂકાવા અંગેનો સંદેશો પાઠવ્યો
બુધવારના રોજ રામ નવમીના દિવસે રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવનારા કલાસાધકે સતત 1800મું વૈશ્વિક મહામારી કોરોનાને હરાવવા માટે જરૂરી એવું વેક્સિન કવચ ધારણ કરવાની અપીલ કરતું પેઇન્ટિંગ બનાવીને પોતાની ચિત્રકારીના માધ્યંમથી વેક્સિન મૂકાવા અંગેનો સંદેશો પાઠવ્યો છે. કલાસાધક બિપીન પટેલે આ ચિત્રમાં રામ નવમીના પવિત્ર તહેવારની સાથે આ મહામારીના કારણે દેવસ્થાનો બંધ છે, તો બીજી બાજુ PPE કીટમાં સજજ કોરોના યોદ્ધાઓ આ મહામારી સામે જંગ લડી રહ્યા છે, ત્યારે સૌએ વેક્સિન મૂકાવી દઇને માસ્ક પહેરવો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી કોરોનાને હરાવવામાં પોતાનું યોગદાન આપવું જોઇએ તેનું સુંદર ચિત્રાત્મ નિરૂપણ કર્યું છે.
આ પણ વાંચો -દાંડીયાત્રિકોએ હોડીમાં બેસી મહીસાગર નદી પાર કરી
સતત 1800 દિવસથી રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવી વિશ્વ અને રાષ્ટ્રીયસ્તરે નામના મેળવી
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના છાંયણ જેવા નાના ગામમાંથી આવતા બિપિન પટેલે વોટર કલરથી ગ્રામ્યજીવન, ધબકતું શહેર ખુબ જ સુંદર રીતે કંડાર્યું છે. નારગોલથી ડિપ્લોમા ફાઈન અને એમએસ યુનિવર્સિટીમાંથી ફાઈન આર્ટ માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરેલો છે. તેઓએ સતત 1800 દિવસથી અવિરત રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવી અનોખી કલાસાધના જીવનમાં આત્મસાત કરનાર આર્ટિસ્ટ બીપીન પટેલે વિશ્વસ્તરે અને રાષ્ટ્રીયસ્તરે પણ નામના મેળવી છે.
આ પણ વાંચો -ડબકા ગામે આવેલી પવિત્ર મહીસાગર નદીમાં કંપનીએ કેમિકલયુક્ત પાણી છોડતા ફીણની ચાદર પથરાઈ
વોટર કલર પેઇન્ટિંગની કલાયાત્રામાં અનેક કિર્તિમાન સ્થાપ્યા
ઉલ્લેખનીય છે કે, આર્ટિસ્ટ બિપિન પટેલે તેમની કલાયાત્રામાં અનેક કિર્તિમાન સ્થાપ્યા છે. આ પહેલા તેમનો એક અનોખો કિર્તિમાન છે, તેમના સતત રોજ એક વોટર કલર પેઇન્ટિંગના 1,000 દિવસ અને 1,500 દિવસ પૂર્ણ થયા, ત્યારે પણ ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. યુનેસ્કો દ્વારા આયોજિત હેરિટેજ રાણકી વાવ પાટણ ખાતે દર વર્ષે યોજાતી લાઈવ પેઇન્ટિંગ સ્પર્ધામાં સળંગ ચાર એવોર્ડ મેળવેલા છે. કોરોનાના સંકટકાળમાં કલા પ્રેમીઓને ચિત્રકલાના ઓનલાઈન કલાસ દ્વારા શિક્ષણ કલાના સાધક એવા બિપીનભાઇ છેલ્લા એક વર્ષ ઉપરાંતથી વૈશ્વિક મહામારી કોરોનાના સંકટકાળમાં પણ કલા પ્રેમીઓને ચિત્રકલાના ઓનલાઈન કલાસ દ્વારા શિક્ષણ પૂરૂં પાડી રહ્યા છે.