મહીસાગર : લૂણાવાડાના પગિયાના મુવાડા ગામે વીજ કરંટ લગતા 27 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. કોઈ અગમ્ય કારણોસર યુવાન ગામમાં આવેલ વીજ ટ્રાન્સફોર્મર પર ચડી ગયો હતો જેને લઈને કરંટ લાગતા તેનું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ ગ્રામજનો દ્વારા પોલીસને કરાઇ છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને PM અર્થે મોકલી અને વધુ તપાસ હાથ ધરી છે.
27 વર્ષીય પગી પર્વતભાઇ નાનાભાઈ ગઇકાલે પોતાની જાતે પગિયાના મુવાડા ગામે આવેલ વીજ થાંભલાના ટ્રાન્સફોર્મર પર ચડી ગયો હતો અને તે દરમ્યાન ચાલુ લાઇન હોવાથી કોઇક જગ્યાએથી કરંટ લાગતા તેનું ડીપી પર મોત નીપજ્યું છે. હાલ પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે...અંશુમન નિનામા (પીઆઈ, લૂણાવાડા પોલીસ સ્ટેશન)
ટ્રાન્સફોર્મર પર યુવાન જાતે ચડી ગયો : લૂણાવાડાના પગિયાના મુવાડા ગામે વીજ કરંટ લગતા 27 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે મોત અગમ્ય કારણોસર યુવાન ગામમાં આવેલ ટ્રાન્સફોર્મર પર ચડી ગયો જેને લઈને કરંટ લાગતા પગી પર્વતભાઇ નાનાભાઈનું મોત નીપજ્યું છે. જોકે, બનાવના પગલે ઘટના સ્થળ પર ગ્રામજનો ભેગા થઈ ગયાં હતાં. સમગ્ર ઘટનાની જાણ ગ્રામજનો દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવી છે અને અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.