મહીસાગર :સંતરામપુરના માનગઢ ખાતે આદિજાતિ અને શિક્ષણ પ્રધાન ડૉ કુબેર ડિંડોરની અનોખી મહેમાન ગતિ જોવા મળી છે. સંતરામપુરના માનગઢ ખાતેના કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. ડૉ. કુબેર ડિંડોર ABVP દ્વારા આયોજિત અનુભૂતિ 2023 ગ્રામ્ય જીવન દર્શનના ચોથા દિવસે મહીસાગર જિલ્લાની ટીમ દ્વારા સંતરામપુર વિધાનસભાના માનગઢ હિલની મુલાકાત લીધી હતી. જ્યાં લુપ્ત થતી વર્ષો જુની પરંપરાને યાદ કરી ખાખરાના પડિયા અને પતરાડામાં ભોજન પીરસ્યુ અને સંસ્કૃતિને યાદ અપાવી હતી.
શું હતો સમગ્ર કાર્યક્રમ : માનગઢ ખાતેના કાર્યક્રમમાં આદિવાસી સમાજની રોજગારીને ઉજાગર કરતી યાદ અપાવી હતી. જેમાં શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે ખાખરાના ઝાડના લીલા પાનમાં લોકોને ભોજન કરાવી જાતે ભોજનનો સ્વાદ માણ્યો હતો. જિલ્લામાં ખાખરાના પાનના પડિયા-પતરાળા વહેંચી હજારો આદિવાસી રોજગારી મેળવે છે, ત્યારે તેમણે લુપ્ત થતી વર્ષો જુની પરંપરા મુજબ ખાખરાના પાનના પડિયા-પતરાળામાં ભોજન પીરસી સંસ્કૃતિની યાદ અપાવી છે. રાજ્ય શિક્ષણ પ્રધાન કુબેર ડીડોર દ્વારા ABVPના વિદ્યાથીઓને ખાખરાના પાનમાં ભોજન કરાવ્યું હતું. આ ઉપરાંત શિક્ષણ પ્રધાને આદિવાસી સમાજની સંસ્કૃતિ અને તેના કલ્ચર વિશે રસપ્રદ માહિતી આપી હતી.
પડીયા પતરાળા લુપ્ત : આજના ઝડપી અને ટેકનોલોજીના યુગમાં દિવસેને દિવસે બજારમાં અવનવી ડિઝાઇનમાં ડિસ્પોઝલ પ્લેટના કારણે બજારમાં તેનો ક્રેજ વધવા પામ્યો છે. આજે દરેક મેરેજ તેમજ કોઈપણ સામાજિક પ્રસંગોમાં પ્લાસ્ટિક, થર્મોકોલના અવનવી ડીઝાઇનના પડીયા-પતરાળા આવતા થયા છે. હવે દેશી અને હાથથી બનેલા પડીયા પતરાળા લુપ્ત થઇ ગયા છે. જે ખુબ કેમિકલ યુક્ત હોવાના કારણે શરીરમાં અવનવા રોગો વધવા પામ્યા છે, ત્યારે દિવસેને દિવસે પ્લાસ્ટિકનું પ્રમાણ પણ વધ્યું છે. ત્યારે આજે મહીસાગર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસી પરિવાર ખાખરાના પાનમાંથી દેશી પડીયા-પતરાળા બનાવે છે અને કેટલાક પરીવાર તો આજે પણ તેમા જમે છે.