મહીસાગર: જિલ્લામાં રાજય સરકારની આત્મનિર્ભર યોજના અંતર્ગત જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા રજીસ્ટાર કચેરી ખાતે વિવિધ સહકારી બેન્કો અને કો-ઓપરેટીવ સોસાયટીઓના હોદેદારો સાથે ઇન.ચાર્જ જિલ્લા રજીસ્ટારની અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.બેઠકમાં ઇન.ચાર્જ જિલ્લા રજીસ્ટારે જણાવ્યું હતું કે, મહીસાગર જિલ્લામાં કોરોનાના કારણે બે-અઢી માસથી આર્થિક ગતિ વિધિઓ મંદ થઇ છે. જેમાં જિલ્લાના નાના વેપારીઓ અને ફેરિયાઓને તેની અસર વઘુ પહોંચી છે. આર્થિક સાયકલને બળ આપવાના ઉમદા આશયથી રાજય સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અમલી બનાવવામાં આવી છે. જેમાં આપ જેવી સહકારી બેંકો અને કોપરેટીવ સોસાયટીઓની ભૂમિકા મહત્વ પૂર્ણ છે.
મહીસાગર: આત્મનિર્ભર યોજના અંગે જિલ્લા રજીસ્ટારના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ - mahisgar aatmnirbhar yojna
મહીસાગર જિલ્લામાં રાજય સરકારની આત્મનિર્ભર યોજના અંતર્ગત જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા રજીસ્ટાર કચેરી ખાતે વિવિધ સહકારી બેન્કો અને કો- ઓપરેટીવ સોસાયટીઓના હોદેદારો સાથે ઈન્ચાર્જ જિલ્લા રજીસ્ટારના અધ્યક્ષતા સ્થાને બેઠક યોજાઇ હતી.
તેમણે બેઠકમાં ઉપસ્થિત જિલ્લાની સહકારી બેન્કો અને કો-ઓપરેટીવ સોસાયટીઓના ચેરમેનો, મેનજીંગ ડિરેટકરો અને અધિકારીઓ પાસેથી કેટલા ફોર્મનું વિતરણ થયું, કેટલા ફોર્મ ભરીને પાછા આવ્યા અને કેટલા વ્યક્તિઓને આ યોજના અંતર્ગત સહાય ચૂકવવામાં આવશે તેની માહિતી મેળવી હતી. તેમજ તમામ બેન્કો અને કો-ઓપરેટીવ સોસાયટીઓના અગ્રણીઓને આ દિશામાં સુચારું આયોજન કરીને વધુમાં વઘુ મઘ્યમ અને નાના વ્યવસાયકારોને આ સહાયનો લાભ મળી તે અંગે મહેનત કરી આયોજન કરવું તેમ ભારપૂર્વક જણાવ્યું હતું.
મહીસાગર જિલ્લામાં ગુજરાત આત્મનિર્ભર યોજના અંતર્ગત 1154 ફોર્મના વિતરણ કરવામાં આવ્યા છે. જેમાંથી અરજદાર તરફથી ફોર્મ ભરી સહકારી સંસ્થાને જેમાં ક્રેડિટ ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીને 15 અરજી, નાગરીક સહકારી બેંકને 7 અને જિલ્લા મધ્યથ સહકારી બેંકને 9 અરજી મળી કુલ 31 અરજીઓની કુલ રકમ રૂા.28 લાખની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે. શનિવારે યોજાયેલી બેઠકમાં બાલાસિનોર વિકાસ કો- ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી, બાલાસિનોર રોડ ટ્રાન્સપોર્ટ કો-ઓપરેટીવ સોસાયટી લી., સહયોગ કો-ઓપેરટી ક્રેડીટ સોસાયટી, વિરપુર અર્બન સહકારીબેંક લી. બાલાસિનોર સહકારી બેંક લી., સરદાર કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી, ધી. મલેકપુર બચત અને ધિરાણ મંડળી,ધી. જનતા કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી, ધી.પંચમહાલ કો-ઓપરેટીવ બેંક લી., સર્વોદય કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી, લુણાવાડા સહકારી બેંક, ધી. એકલીંગજી કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી, ધી નવદીપ ક્રેડીટ સોસાયટી, ધી.સત્યપ્રકાશ કો-ઓપરેટીવ સોસાયટી મળી 15 જેટલી સહકારી સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.