ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર LCBએ સંતરામપુર પોલીસ સ્ટેશનના ફરાર આરોપીને ઝડપી લીધો - સંતરામપુર

સદર ગુનાનો નાસતો ફરતો આરોપી ગોવિંદને મહીસાગર LCB દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. જે બાબતે આમલીયારા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી આ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યો હતો.

Santrampur police station
Santrampur police station

By

Published : Nov 28, 2020, 6:12 AM IST

  • સંતરામપુર પોલીસ સ્ટેશનનો ફરાર આરોપી ઝડપાયો
  • બાતમીને આધારે LCB સ્ટાફના માણસોએ આરોપીને ઝડપી લીધો
  • આરોપીને સંતરામપુર પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યો

મહીસાગર : પંચમહાલ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષકે ગુમ અપહરણ થયેલા બાળકોને શોધવા માટે તથા નાસતા ફરતા આરોપીઓ ઝડપી લેવા ડ્રાઇવ રાખવામાં આવી છે. તેનની સુચના અને માર્ગદર્શન હેઠળ, મહીસાગર LCBના PI તથા PSI અને સ્ટાફનાં માણસોને નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે અલગ અલગ ટીમોની રચના કરી સૂચના આપવામાં આવી છે.

બાયડ તાલુકાના ચાંદરેજ ગામ ખાતે મજૂરી કરતો હતો

જે દરમિયાન PIને બાતમી મળી હતી કે, સંતરામપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો ફરાર આરોપી ગોવિંદ નરવતભાઇ વાલવા(ઉમર વર્ષે 20) રહેવાસી સંતરામપુરનો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચાંદરેજ ગામ ખાતે મજૂરી કરે છે.

સંતરામપુર પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યો

આ બાતમીને આધારે ટીમ ઇન્ચાર્જ તરીકે LCB સ્ટાફના માણસો ઉપરોકત સરનામે જઇ તપાસ કરતા સદર ગુનાનો નાસતો ફરતો આરોપી ગોવિંદભાઇ મળી આવ્યો હતો. જે બાબતે આમલીયારા પોલીસ સ્ટેશન ખાતે નોધ કરાવી આરોપીને પકડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details