મહીસાગર: લુણાવાડા પોલીસ મહાનિદેશક CID ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.રા.ગાંધીનગરનાઓની ગુમ/અપહરણ થયેલા બાળકોને શોધવા સ્પેશ્યિલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ડ્રાઇવ અનુસંધાને IGP એમ.એસ. ભરાડા ગોધરા રેન્જ એ ગુમ અને અપહરણ થયેલા બાળકો તેમજ નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના આપી હતી.
મહીસાગર LCBએ અપહરણના ગુન્હામાં 7 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ - Lunawada Director General of Police
લુણાવાડા પોલીસ મહાનિદેશક CID ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.રા.ગાંધીનગરનાઓની ગુમ/અપહરણ થયેલા બાળકોને શોધવા સ્પેશ્યિલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ અનુસંધાને IGP એમ.એસ. ભરાડા ગોધરા રેન્જ એ ગુમ અને અપહરણ થયેલા બાળકો તેમજ નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા સૂચના આપી હતી.
મહીસાગર
પોલીસ અધિક્ષક રાકેશ બારોટની સૂચના અને માર્ગદર્શન હેઠળ મહીસાગર LCB PI વી.ડી.ધોરડા તથા PSI એમ.કે.માલવીયાને ખાનગી હકીકત મળી હતી કે, કોઠંબા પોલીસ સ્ટેશનમાં અપહરણ ગુન્હામાં નાસતો ફરતો આરોપી પારસભાઇ વિક્રમભાઇ ભોઇ તેના ઘરે આવ્યો છે. તેવી ચોક્કસ બાતમીના આધારે મહીસાગર લુણાવાડા LCB ની પોલીસ ટીમને સુચના કરતાં ઇસમના ઘરે જઇ તપાસ કરતાં તે ઇસમ તેના ઘરેથી મળી આવતા તેની ધરપકડ કરી કોઠંબા પોલીસ સ્ટેશનમાં સોપી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી હતી.