મહીસાગરઃ સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં ગુનાખોરીના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે મહીસાગર પોલીસે નરોડા (અમદાવાદ) પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના નાસતા-ફરતા આરોપીને બાલાસિનોર દેવ ચોકડી પરથી દબોચી લીધો છે.
મહીસાગર LCBએ પ્રોહિબિશનના ગુનાામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો - news of mahisagar
સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં ગુનાખોરીના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે મહીસાગર પોલીસે નરોડા (અમદાવાદ) પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના નાસતા-ફરતા આરોપીને બાલાસિનોર દેવ ચોકડી પરથી દબોચી લીધો છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષકે નાસતા-ફરતા આરોપીઓને પકડાવા માટની ડ્રાઇવનું આયોજન કર્યું હોવાથી મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ મહીસાગર LCBના PI તથા PSIએ નાસતા-ફરતા આરોપીઓને પકડી પકડવા સૂચના આપી હતી.
મહીસાગર જિલ્લા LCB સ્ટાફને અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે, અમદાવાદ સીટી નરોડા પોલીસ સ્ટેશનનો નાસતો-ફરતો આરોપી જયદીપસિહ ઉર્ફે લાલો દેવ ચોકડી આવવાનો છે. જેથી LCB સ્ટાફના માણસોએ દેવ ચોકડી વોચ રાખી હતી. આ દરમિયાન જયદીપસિંહ દેવ ચોકડી આવતા LCB પોલીસે તેની ધરપકડ કરી છે.